સમગ્ર ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાના પોઝિટિવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં એપીએમસીના વધુ એક શાકભાજી વિક્રેતાને કોરોના પોઝિટિવ આવ્યો છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં જ સુરત એપીએમસીમાં શાકભાજીનું વેચાણ કરતાં વિક્રેતાના પોઝિટિવ આવ્યો હતો.


સુરતના એપીએમસીમાં પણ કોરોનાએ એન્ટ્ર કરી લીધી છે. થોડા દિવસ પહેલા જ APMCમાં શાકભાજીનું વેચાણ કરતાં વિક્રેતાને કોરોના પોઝિટિવ આવતાં દોડદામ મચી ગઈ હતી ત્યારે આજે વધુ એક શાકભાજી વિક્રેતાને કોરોના પોઝિટિવ આવ્યો છે.

સુરતમાં શાકભાજી વિક્રેતાઓના કોરોનો પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શાકભાજીના વિક્રેતાઓનો પોઝિટિવ આવતાં ચિંતાનો વિષય છે.

સુરતમાં અત્યાર સુધી 1387 કેસ નોંધાયેલા છે જેમાં 63 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે 956 લોકો સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.