સુરતઃ અડાજણમાં કૌટુંબીક દિયરનું કારસ્તાન સામે આવ્યું છે. ભાભીના એક તરફી પ્રેમમાં પાગલ બનેલા કૌટુંબિક દિયરે ઓનલાઈન ઓર્ડર કરી અંડર ગારમેન્ટ મોકલ્યા હતા. છેલ્લા ત્રણ મહિનાથી સતત પરણિતાના નામે ઓનલાઈન ઓર્ડર કરી પાર્સલ મોકલાવતો હતો. પણ પરણીતાએ પાર્સલ ના છોડવતા આજુબાજુના રહીશોના એડ્રેસ ઉપર પાર્સલ મોકલાવતો હતો.
આખરે કંટાળીને પરણીતાએ સાઈબર સેલમાં અરજી કરી હતી. ઓનલાઈન ઓર્ડરના આઇપી એડ્રેસ પરથી અડાજણ પોલીસે આરોપીને શોધી કાઢ્યો છે. આરોપીને ડિટેઈન કરી પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
રાજકોટમાં ઢેબચડાની સીમમાં હડકાયા કૂતરાએ બચકું ભરતા 9 મહિનાના બાળકનું મોત
રાજકોટઃ ઘોડિયામાં સુતેલા 9 માસના બાળકને કૂતરાએ બચકા ભરતા મોત થયું છે. ઢેબચડા ગામની સિમમાં કરુણ ઘટના બની છે. હડકાયા કૂતરાએ બચકા ભરતા લોહી લુહાણ હાલતમાં સાહિલને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં લાવવામાં હતો. જોકે સારવાર દરમિયાન 9 માસના બાળક સાહિલનું મોત નિપજ્યું. માસુમ બાળકના મોતને પગલે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, ઠેબચડાની સીમમાં લક્ષ્મણભાઇની વાડીમાં ખેતમજૂરી કરતા અને મૂળ મધ્યપ્રદેશના વતની પારસભાઇ વસાવા પત્ની સહિતના પરિવારજનો વાડીમાં કામ કરી રહ્યા હતા. તેમણે નવ માસના સાહિલને ઘોડિયામાં સુવડાવ્યો હતો, અચાનક જ કૂતરો ત્યાં આવી ગયો હતો અને ઘોડિયામાં સુતેલા સાહિલને કૂતરાએ ગળે બચકું ભરી લેતા મોત નીપજ્યું હતું. બાળકને બચાવવા જતાં સાહિલના પિતા સહિત બે લોકોને પણ કૂતરાએ બચકાં ભરતા બંનેને પણ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
કૂતરાના કરડવાથી બાળકે ચીસાચીસ કરી હતી. બાળકની ચીસો સાંભળી પિતા પારસભાઇ અને એક વૃદ્ધા તેને બચાવા દોડ્યા હતા અને ઘોડિયા નજીક જતા જ કૂતરાએ પારસભાઇ અને વૃદ્ધાને પણ બચકાં ભરી લીધા હતા. કૂતરાએ સાહિલને ગળાના ભાગે ગંભીર ઇજા કરી હોવાથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.