સુરતઃ શહેરમાં આરોગ્ય કર્મી પર થૂંકીને કોરોનાગ્રસ્ત કરવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. થૂંકીને જીવલેણ કરનાર 6 આરોપી પૈકી 1 મહિલા આરોપીનો કોરોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ આરોગ્યકર્મીઓના કોરોના ટેસ્ટકરવામાં આવશે. સાથે જ પુણા મોલીસ મથકમાં પોલીકર્મીઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.


નોંધનીય છે કે, આ પહેલા સુરતમાં NRC અને NPRનો સર્વે કરવા આવતાં હોવાની અફલા ફેલાતાં ટોળું ભેગું થઈ ગયું હતું. ત્યાર બાદ આરોગ્યની ટીમ અને આશા વર્કર પર લોકોએ હુમલો કર્યો હતો. ત્યાર બાદ પુણા પોલીસે મહિલા સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથધરી હતી.

પુણામાં આરોગ્યી ટીમ NRC અને NPRની તપાસ કરવા આવી હોવાનો વહેમ રાખીને આરોગ્યની ટીમ અને આશા વર્કર પર લોકોએ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના બાદ પુણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી હતી.

આ વિસ્તારાં આરોગ્યની ટીમ પોંચી ત્યારે આરોપીઓએ આરોગ્યની ટીમ પર થુંકીને કોરોના પોઝિટિવ કરવાનો પ્રયત્ન કર્યો હતો.