વલસાડઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે હાલ, સ્કૂલ-કોલેજો અને ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીઓને બોલાવીને શૈક્ષણિક કાર્ય પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં એક ખાનગી ટ્યુશન ચાલી રહ્યું હતું. ખાનગી ટ્યુશન કલાસીસ પર પારડી પોલીસે રેડ કરી હતી. તેમજ કોરોનાના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.
હાલ તમામ શાળા અને ટ્યુશન કલાસ બંધ રાખવાનો આદેશ છે. ત્યારે ધોરણ-11ના એકાઉન્ટ અને સ્ટેટ વિષયના કલાસ ચલાવાઇ રહ્યા હતા. પારડીના કિલ્લા પારડી સ્થિત નવજીવન સોસાયટીમાં પોતાના ઘરેજ ટ્યુશન કલાસ ચલાવતા શિક્ષક વિરુદ્ધ પારડી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
વલસાડઃ પ્રતિબંધ છતાં ચાલું હતું ટ્યુશન ક્લાસ, પછી શું થયું? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jul 2020 02:22 PM (IST)
ખાનગી ટ્યુશન કલાસીસ પર પારડી પોલીસે રેડ કરી હતી. તેમજ કોરોનાના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -