સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે હાલ સુરતની કોરોનાને લઈને સ્થિતિ બહુ જ ખરાબ જોવા મળે છે. ત્યારે સુરતમાં ક્લસ્ટર વિસ્તારોમાં લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવવામાં આવશે. જેને લઈને DYSP કક્ષાના અધિકારીઓ અને SRPની બે ટીમો ફાળવાઈ છે. વળી કેટલા વિસ્તારમાં સેલ્ફ લોકડાઉનનની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાંક દિવસોથી સુરત કોરોના મામલે અમદાવાદથી પણ આગાળ નીકળી રહ્યું છે. કોરોનાને રોકવા વેપારીઓ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરી રહ્યાં છે.
સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્ર આક્રમક મૂડમાં આવી ગઈ છે. ક્લસ્ટર વિસ્તારોમાં લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવવામાં આવશે. સુરતમાં ક્લસ્ટરનો વિસ્તાર નાનો કરવામાં આવશે. અસરકારક કામગીરી અને સર્વે માટે વિસ્તાર નાનો કરાશે. 5 DYSP કક્ષાના અધિકારીઓ ફાળવાયા છે. SRPની વધુ બે કંપની ફાળવવામાં આવી છે.
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં કોરોનાનો કુલ આંકડો 9,141 પર પહોંચી ગયો છે. સુરતમાં કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 6080 પર પહોંચ્યો છે. તો સુરતમાં અત્યાર સુધીમાં કુલ 242 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 2819 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં હાલ 11464 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વેલ્ટીલેટર પર છે અને 11393 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 32944 લોકો સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 5,12, 170 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતના આ મોટા શહેરમાં કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા સરકારે શું લીધો મોટો નિર્ણય? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jul 2020 10:05 AM (IST)
સુરતમાં ક્લસ્ટર વિસ્તારોમાં લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવવામાં આવશે. જેને લઈને DYSP કક્ષાના અધિકારીઓ અને SRPની બે ટીમો ફાળવાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -