સુરત: ઉત્તરાયણ પર્વને લઈ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ભાજપના તમામ કાર્યકર્તા આગેવાનોને એક અપીલ કરી છે.  અબોલ પક્ષીઓના જીવ બચાવવા આગળ આવવા અપીલ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તરાયણના દિવસે કોઈ પક્ષીના જીવ ન જાય તે ખાસ ધ્યાન રાખો. સીઆર પાટીલ પક્ષીઓના જીવને જોખમ ન થાય એટલે પતંગ ચગાવતા નથી.


તો બીજી તરફ લોકસભાની ચૂંટણીને લઈને પણ સીઆર પાટીલે મોટું નિવેદન આપ્યું હતું. આગામી લોકસભામાં ગુજરાતની 26 માંથી 26 બેઠકો જીતીશું તેવો વિશ્વાસ પાટીલે વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદી અને જનતાના આશીર્વાદથી ગુજરાતમાં 156 બેઠકો જીત્યા છીએ. આગામી લોકસભામાં પણ જનતાના આશીર્વાદ મળશે.


ગૃહમંત્રી અમિત શાહે વેજલપુરમાં પતંગ ચગાવી


Uttarayan Festival 2023: દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના પત્ની સાથે વેજલપુર વિસ્તારમાં ઉતરાયણની ઉજવણી કરી પતંગ ચગાવ્યો અને બે પતંગ કાપી પણ ખરી. વેજલપુર વિસ્તારના બળીયાદેવ મંદિર પાસે આવેલ વિનસ પાર્ક લેન્ડ એપાર્ટમેન્ટમાં અમીત શાહ પોતાના પત્ની સાથે ઉતરાણની ઉજવણી કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું. 


સોસાયટીમાં ઊભા કરેલ પતંગ ફીરકીના સ્ટોરમાં ફીરકીની પૈસા આપી ખરીદી પણ કરી હતા. જે પછી બાજુમાં રહેલ શાકભાજીની લારી પરથી તેમની પત્નીએ ઊંધિયું બનાવવા માટેની સામગ્રીમાં ઉપયોગ થતી શાકભાજીની ખરીદી પણ કરી. બાદમાં પતંગ ચગાવવા માટે ટેરેસ પર પહોંચ્યા. અમિત શાહ અંદાજે અડધો કલાક જેટલો સમય ટેરેસ પર રોકાયા હતા. અમિત શાહ ટેરસ પર પહોંચતા આજુબાજુ ટેરેસ પર રહેલા લોકોએ તેમનું અભિવાદન ઝીલ્યું હતું. ટેરેસ પર અમીત શાહ સાથે એલિસ બ્રિજના ધારાસભ્ય અમીત શાહ અને સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ વાતચીત કરતા જોવા મળ્યાં. બાદમાં ગૃહમંત્રીએ પતંગ ચગાવવાનો આનંદ પણ મળ્યો.


શરૂઆતમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે તેમની ફીરકી પકડી બાદ પછીથી ગૃહમંત્રીના પત્નીએ ફીરકી પકડી. બે પતંગ ચગાવ્યા બાદ અમિત શાહનો પતંગ કપાઈ ગયો. પતંગ ચગાવ્યા બાદ સોસાયટીની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઊંધિયું પણ અમિત શાહને પીરસવામાં આવ્યું અને ઊંધિયાનો સ્વાદ માણ્યો હતો. અમિત શાહની સાથે ટેરેસ પર અમદાવાદ શહેરના ધારાસભ્ય જીતુ પટેલ સહિત નરોડાના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી માયાબેન કોડનાની પણ જોવા મળ્યા.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા ભગવાન જગન્નાથના શરણે


 મકરસંક્રાંતિના પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગૃહમંત્રી બન્યા એ પહેલાથી જ તેમણે જગન્નાથ મંદિર પ્રત્યે વિશેષ લાગણી છે. તેમને જયારે પણ સમય મળે છે ત્યારે તેઓ મંદિરે આવી દર્શન કરવા આવતા રહે છે.  આ ઉપરાંત પરિવાર સાથે ગાય માતાનું પૂજન કરે છે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન મંગળા આરતી પણ કરે છે.