સુરતઃ નવરાત્રિને હવે થોડા દિવસોની જ વાર છે ત્યારે ખેલૈયાઓ અત્યારથી જ ગરબાના અવનવા સ્ટેપ શીખવા ક્લાસીસમાં જઈ રહ્યા છે. હાલ શહેરમાં મોટાભાગના ગરબા ક્લાસીસ રાતે 12 વાગ્યા સુધી ચાલતા હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યા બાદ જાહેરનામું બહાર પાડ્યું હતું.

પોલીસ કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામા મુજબ, રાત્રે 10 વાગ્યા બાદ ગરબા કલાસીસ ચલાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગંભીર પ્રકારના ગુના ન બને તે માટે રાત્રે 10 કલાક બાદ ગરબા પ્રેક્ટિસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.