મહિલા પાટીદાર નેતા રેશ્મા પટેલ સામે સુરતમાં શું નોંધાઇ પોલીસ ફરિયાદ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Oct 2020 10:34 AM (IST)
સુરતમાં NCPના રેશ્મા પટેલે એપેડેમીક એક્ટનો ભંગ કરતા ફરિયાદ થઈ છે. રેશ્મા પટેલ NCPના અટક કરાયેલા કાર્યકર્તાને મળવા માસ્ક વગર પહોંચ્યા હતા.
સુરતઃ સરથાણા પોલીસ મથકમાં NCPના મહિલા પ્રમુખ રેશ્મા પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. રેશ્મા પટેલ સહિત 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સુરતમાં NCPના રેશ્મા પટેલે એપેડેમીક એક્ટનો ભંગ કરતા ફરિયાદ થઈ છે. રેશ્મા પટેલ NCPના અટક કરાયેલા કાર્યકર્તાને મળવા માસ્ક વગર પહોંચ્યા હતા. એનસીપીના રેશમાં પટેલ સુરત સરથાણા પોલીસ મથકે પહોંચી હંગામો મચાવ્યો હતો. યુપીની ઘટનાને લઇ એનસીપીએ વિરોધ નોંધાવ્યો હતો. એનસીપીના કાર્યકરોની ખોટી રીતે અટકાયત કરી હોવાનો આક્ષેપ કર્યો હતો અને કાર્યકરોને છોડવા માટેની માંગ કરી હતી. પોલીસ મથકની બહાર લોખડી બંદોબસ્ત ગોઠવાયો હતો. એનસીપીના રેશમા પટેલ સહિત 10 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.