નવસારીઃ મરોલી ગામે યુવાન શિક્ષકે આત્મહત્યા કરી લેતા ચકચાર, પરિવારે શું લગાવ્યો આક્ષેપ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Jul 2020 09:23 AM (IST)
વિપુલ ટંડેલે નોકરી છૂટી જતાં સૂસાઇડ કર્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે.
નવસારીઃ જિલ્લાનાજલાલપોર તાલુકાના મરોલી ગામે રહેતા શિક્ષકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. વિપુલ ટંડેલ નામનો યુવક સુરતની ખાનગી શાળામાં ફરજ બજાવતો હતો. પરિવારનો આક્ષેપ છે કે, નોકરી છૂટી જતાં યુવક બેરોજગાર બન્યો હતો અને આ હતાશાના કારણે તેણે આ પગલું ભર્યું છે. નોંધનીય છે કે, કોરોના મહામારીને કારણે ધંધા-રોજગાર અને નોકરીઓ પર અસર પડી છે. સુરતમાં પણ કેટલાક રત્નકલાકારોએ ધંધો-રોજગાર બંધ થતાં આત્મહત્યા કરી હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે નોકરી છૂટી જતાં શિક્ષકે સૂસાઇડ કર્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે.