સુરતમાં યોજાઈ રહેલી રેલીમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા છે અને કાયદાને સમર્થન આપવાની વાત કરી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમો પણ જોવા મળ્યાં હતાં. આ રેલીમાં કેબિનેટ મંત્રી ગણપત વસાવા પણ હતા.
સુરતમાં વનિતા વિશ્રામથી જિલ્લા સેવા સદન સુધી સુરત નાગરિકતા સમિતી દ્વારા આ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં જોડાયેલા લોકો CAAના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યાં હતા અને પોસ્ટર્સ-બેનર્સ લઈને રેલીમાં જોડાયા હતાં. આ રેલીમાં જોડાયેલા મુસ્લિમ ધર્મના લોકોએ પણ કાયદાનું સ્વાગત કરીને કેન્દ્ર સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી.