સુરત: થોડા દિવસ પહેલાં વડોદ ગામમાંથી એક યુવકની લાશ મળી આવી હતી જેની પોલીસ ઘટનાસ્થળે તપાસ કરી રહી હતી. તપાસ બાદ પોલીસ મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. જોકે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોટો ઘટસ્ફોટ થયો હતો. હવે વડોદ ગામમાં થોડા દિવસ પહેલા મળેલી યુવકની લાશનો ભેદ ઉકેલાયો હતો.
પીએમ રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો હતો કે, ભાભીએ દિયરની હત્યા કર્યું હોવાનું ખુલ્યું છે. ભાભી અને દિયર વચ્ચે અનૈતિક સંબંધો હતો જેની પતિને ગંધ આવી જતાં પત્નીએ દિયરને ગળે ટૂંપો દઈને મોતને ઘાટ ઉતાર્યો હતો.
થોડા દિવસ પહેલાં વડોદ ગામે એક યુવકની લાશ મળી આવી હતી જેને હવે ભેદ ઉકેલાઈ ગયો હતો. પીએમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યાર બાદ પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ભાભી અને દિયર વચ્ચે અનૈતિક સંબંધો હતાં. દિયર ભાભી સાથે શરીર સંબંધ બાંધવા દબાણ કરતો હતો.
પતિ રાત પાળી કામ કરતો હતો ત્યારે દિયર દિવસે નોકરી કરતો હતો. પતિ રાત પાળી કામ કરવા જતો ત્યારે દિયર રાતે ભાભી પાસે આવતો હતો અને અનૈતિક સંબંધો બાંધવા દબાણ કરતો હતો. અનૈતિક સંબંધો બાંધતાં દિયરે ફોટા પણ પાડી લીધા હતાં. જ્યારે શરીર સંબંધ બાંધવા ન દે તો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો.
દિયર આવી વારંવાર ધમકી આપીને અનૈતિક સંબંધો બાંધતો હતો જેના કારણે ભાભી કંટાળી ગઈ હતી. જોકે એક દિવસ પતિને આ સંબંધો અંગે જાણ થઈ ગઈ હતી ત્યાર બાદ પત્નીએ દિયરને ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો.
સુરતમાં ભાભી અને દિયર વચ્ચે બંધાયા અનૈતિક સંબંધો પછી શું થયું? જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
23 Dec 2019 08:49 AM (IST)
થોડા દિવસ પહેલાં વડોદ ગામે એક યુવકની લાશ મળી આવી હતી જેને હવે ભેદ ઉકેલાઈ ગયો હતો. પીએમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -