સુરત: સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો છે. સુરત DCP ઝોન - 4 દ્વારા સ્પામાં રેડ કરવામાં આવી હતી. વેસુ વિસ્તારમાં એમ્બેઝ હોટેલમાં રેડ કરવામાં આવી હતી. પોલીસે હોટેલમાંથી 7 થાઈલેન્ડની મહિલાઓને દેહવ્યાપારના ધંધામાથી મુક્ત કરાવી હતી. 7 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે.  સ્પા સંચાલક ચંચલ રાજપૂત સહિત 3 લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. 


સુરતના અલથાણ અને વેસુ વિસ્તારમાં સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. સ્પાની આડમાં ચાલી રહેલા દેહ વિક્રયના ધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વેસુ વિસ્તારની હોટેલ એમ્બેઝમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. દરોડા દરમિયાન સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.  થાઇલેન્ડની યુવતીઓ સ્પા પરથી મળી આવી હતી તેમના પાસપોર્ટ અને વિઝા સંબંધિત તપાસ હાલ ચાલુ છે. 


રાજ્યમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા ડામી દેવા ગુજરાત પોલીસ એકશનમાં છે. થોડા મહિનાઓ પહેલા રાજ્યભરમાં સ્પામાં પોલીસે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરી હતી.   સુરત, અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરો ઉપરાંત ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લામાં પણ પોલીસે કાર્યવાહી કરી હતી.  


Surat Crime: લગ્નમાં આમંત્રણ નથી તો કેમ આવ્યો ?  મજાક કરતાં યુવકે ચપ્પુથી હુમલો કર્યો


સુરતના વેસુ વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલાના સીસીટીવી સામે આવ્યા છે.  જેમાં ઉશ્કેરાયેલ યુવક આડેધડ ચપ્પુ ના ઘા ઝીકતો નજરે આવે છે. હુમલાવરને એવું કહેવામાં આવ્યું હતું કે લગ્નમાં આમંત્રણ નથી તો કેમ આવ્યો ? આવી મજાક કરતાં યુવકે ચપ્પુથી હુમલો કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં આરોપી ચિરાગ પટેલે ચપ્પુ વડે હુમલો કર્યો છે. નિરજ પટેલ નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો કરતા હુમલામાં ભોગ બનનાર નિરજ પટેલની હાલત ગંભીર છે. દીકરીના લગ્ન હોવાથી નિરજ અને તેની પત્ની તથા સંબંધીઓ સાસરીમાં આમંત્રણ પત્રિકા આપવા આવ્યા હતા. આ ઘટનામાં આરોપી ચિરાગ પટેલની વેસુ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ગોયા સ્ટ્રીટમાં રહેતા ખેડૂત પરિવારજનો નજીક રહેતા અન્ય પરિવારને લગ્નનું આમંત્રણ આપવા ગયા હતા, જ્યાં ચિરાગ નામના યુવાન સાથે મજાકમાં તને આમંત્રણ નથી આપ્યું તો પણ કેમ આવ્યો એવી મજાક કરવામાં આવી હતી.  આ મજાકથી ઉશ્કેરાયેલા ચિરાગે નિરજ પટેલને પેટમાં ચાકુના બે જીવલેણ ઘા કરી દીધા હતા. આ બનાવ બાદ વેસુ પોલીસે હત્યાની કોશિશ મુજબ ગુનો નોંધી ચિરાગ પટેલની ધરપકડ કરી હતી. 


વેસુ વિસ્તારમાં રહેતા ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રફુલભાઈ પટેલના પુત્રના લગ્ન આગામી દિવસોમાં છે. દરમિયાન પ્રફુલ પટેલ સહિત લગ્નનું આમંત્રણ આપવા માટે નીકળ્યા હતા. જ્યાં એક બીજા સગાસંબંધીઓ એક પરિવારના ઘરે આમંત્રણ આપતા હતા.  એ સમયે યોજાયેલા ભોજનમાં હાજર ચિરાગ ચંપકભાઈ પટેલ પણ હતો. ત્યારે નિરજ પટેલે ચિરાગને કહ્યું હતું કે તને આમંત્રણ આપ્યું નથી છતાં પણ તું કેમ આવ્યો ? આ બાબતે ચિરાગને માઠું લાગી આવતાં ઉશ્કેરાઈ ગયો હતો. જેને લઈ ચિરાગે આડેધડ ચપ્પુના ઘા માર્યા હતા. આ ઘટનાને લઈ વેસુ પોલીસને ફરિયાદ મળતા તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ચિરાગ પટેલની ધરપકડ કરી છે.