Surat Murder News: સુરતમાં પ્રેમીએ જ પોતાની પ્રેમિકાની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. શહેરના કતારગામ વિસ્તારમાં પ્રેમ સંબંધમાં અન્ય સાથે સંબંધો હોવાની શંકા જતાં ગુસ્સે ભરાયેલા પ્રેમીએ પોતાની પ્રેમીકાને મોતને ઘાટ ઉતારી દીધી છે. પ્રેમીએ પ્રેમિકાને કેરોસીન છાંટીને સળગાવીને હત્યા કરી દીધી હોવાનું ખુલ્યુ છે. 


મળતી માહિતી પ્રમાણે, શહેરમાં એક આંધળો પ્રેમ અને બાદમાં હત્યા સુધીની ઘટના સામે આવી છે. સુરતના કતારગામ લલિતા ચોકડી પાસે એક પ્રેમીએ પોતાની જ પ્રેમીકાની હત્યા કરી દીધી, આ ઘટનામાં પ્રેમીને છેલ્લા કેટલાક સમયથી પોતાની પ્રેમીકા પર શંકા હતી. પ્રેમીકાને અન્ય સાથે પણ પ્રેમ સંબંધો હોવાની શંકા જતાં પ્રેમીએ ગુસ્સામાં આવીને પ્રેમીકા પર કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી. આ ઘટના ગઇકાલે મોડીરાત્ર બની હતી, જેમાં પ્રેમીકાનું મોત થયુ હતુ. હાલમાં કતારગામ પોલીસે આ ઘટના મામલે હત્યારા આરોપી પ્રેમીની ધરપકડ કરી લીધી છે.


પ્રાંતિજ હત્યા કેસમાં વધુ 9 આરોપી ઝડપાયા, મુખ્ય આરોપી મુનાફ કુરેશી હજુ પોલીસ પકડથી બહાર


ચાર દિવસ પહેલા સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે મોડી રાત્રે એક જૂથ અથડામણની ઘટના ઘટી હતી, આ ઘટનામાં મુસ્લિમોના ટોળાએ હથિયારો સાથે હિન્દુઓના ઘર પર હુમલો કરી દીધો હતો, આમાં એક હિન્દુ યુવકનું મોત નીપજ્યુ હતુ. આ પછી હિન્દુ સંગઠનો અને સામાજિક સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, આ મામલે કુલ 17 લોકો અને 30થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ત્રણ દિવસમાં કાર્યવાહી કરતાં 17માથી કુલ 13 આરોપીઓની ઝડપી પાડ્યા છે, જોકે, હજુ ચાર ઓરોપી ફરાર છે. 


સાબરકાંઠા જિલ્લામાં ચાર દિવસ પહેલા જૂથ અથડામણની ઘટના ઘટી હતી. જિલ્લાના પ્રાંતિજ શહેરમાં મોડી રાત્રે મુસ્લિમોના એક જૂથે મોડી રાત્રે હિન્દુઓ પર ઘાતકી હથિયારી હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં રાજેશ રાઠોડ પર મુસ્લિમ ટોળાએ પાઇપ અને લાકડીઓથી હુમલો કરતાં તેમનું મોત નીપજ્યુ હતુ. આ ઘટના બાદ મોડી રાત સુધી બન્ને જૂથો વચ્ચે સામ સામે પથ્થમારાની ઘટના પણ સર્જાઇ હતી. રાજેશ રાઠોડના મોત મામલે કુલ 17 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી અને અન્ય 30ના ટોળા સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર હત્યા અને અથડામણ ઘટના મામલે પોલીસે ગઇકાલે વધુ 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, આ પહેલા પોલીસ ચાર આરોપીઓને ઝડપી લીધા હતા, આમ કુલ 13 આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. તો વળી, હત્યાની ઘટનાનો મુખ્ય આરોપી મુનાફ કુરેશી અને અન્ય સહિત કુલ ચાર આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. હિંમતનગર ડીવાયએસપી દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડવા માટેની શોધખોળ શરૂ કરાઇ છે. 


જાણો શું છે સમગ્ર મામલો


પ્રાંતિજના ખોડિયાર કૂવા મોટામાઢ વિસ્તારમાં બુધવાર રાત્રિના દસ વાગ્યાની સમયે 17 શખસો સહિત 30 લોકોના ટોળાએ લાકડી, પાઈપ અને પથ્થરો સહિતના હથિયારો સાથે આવી મયુરભાઈ પાસે પૈસાની લેવડદેવડ બાબતે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. ઈકો ગાડીમાં તોડફોડ કરતા આસપાસના લોકોએ ઝઘડો કરવા ના પાડી હતી. ટોળાએ અપશબ્દો બોલીને રાજુ કાન્તીભાઈને ખેંચીને લઈ જઈ લોંકડની પાઈપ માથાના ભાગે મારીને ગડદાપાટુનો મારમાર્યો હતો. જેને લઇ રાજુભોઇને તાત્કાલિક સારવાર માટે પ્રાંતિજની સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર મળે તે પહેલા જ રાજુભાઈનું મોત નિપજ્યું હતું. મૃતકના પુત્ર બિપીને ઢોર મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાની પોલીસને જાણ કરતા જ ઘટના સ્થળે કાફલો દોડી આવ્યો હતો અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રાંતિજપોલીસ સ્ટેશનમાં મૃતકના પુત્રએ 17સામે નામજોગ સહિત 30 લોકોના ટોળા સામે હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.