Rahul Gandhi in Surat live updates: રાહુલ ગાંધી સુરત એરપોર્ટ જવા રવાના
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત આવશે. એક ચોક્કસ સમાજ વિરુધ્ધ કરાયેલી ટિપ્પણીને લઈ રાહુલ ગાંધી વિરુધ્ધ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં ફરિયાદ કરી હતી.
સુરત કોર્ટમાં રાહુલ ગાંધી 1 કલાક હાજરી આપ્યા બાદ સીધા જ એરપોર્ટ જવા રવાના
રાહુલ ગાંધીનું કોર્ટમાં નિવેદન લેવાઇ રહ્યું છે.
- કોર્ટમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી આજે સુરત આવ્યાં છે.
- સુરત એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું
- અમિત ચાવડા, હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી સહિતના કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું.
- રાહુલ ગાંધીને વકીલોએ પણ કેસની વિગતો આપીને બ્રિફ કર્યા
- રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં આપશે હાજરી.
માનહાનિના કેસ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે. રાહુલ ગાંધીના આગમનને પગલે કોંગ્રેસના સિનિયર નેતાઓ સુરત પહોંચ્યા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ સુરત આવી પહોંચ્યા છે. તો વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણી પણ સુરત આવ્યા છે.
બ્રેકગ્રાઉન્ડ
ત્રણ વર્ષ પહેલા કર્ણાટક (Karnataka) ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ચોક્કસ સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -