Surat : સુરતમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Mumbai-Ahmedabad bullet train) પ્રોજેક્ટને લઈને કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav) અને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષે (Darshana Jardosh) બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અંગે મુલાકાત કરી હતી. અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જે કામ થઇ રહ્યું છે તેની તમામ ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ સાથે કન્સ્ટ્રકશન સાઈટ ઉપર કેવી રીતે કામ ચાલી રહ્યું છે તે પણ પોતે નિહાળવા માટે ગયા હતા.


2026 સુધીમાં પૂરું થશે બુલેટ ટ્રેનનું કામ 
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 2026 સુધીમાં સુરત-બીલીમોરા બુલેટ ટ્રેન દોડશે, સમગ્ર પ્રોજેક્ટ ઉપર ખૂબ જ ઝડપથી કામ થઇ રહ્યું છે.પત્રકાર પરિષદને સંબોધતા કેટલાક મહત્વના મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. બુલેટ ટ્રેનને લઈને તેમણે ચાલી રહેલી ઝડપી કામગીરીની સમીક્ષા કરી હતી. 


ઝડપથી આ પ્રોજેક્ટ પૂર્ણ થશે એ પ્રકારની વાતો કરતા કહ્યું કે, આગામી લોકસભાની ચૂંટણી પહેલાં તો બુલેટ ટ્રેન દોડતી શક્ય લાગી રહ્યું નથી. કારણ કે આ પ્રોજેક્ટમાં ખૂબ જ ધ્યાનથી અને ચોકસાઈથી કામ કરવા પડે છે. 


બુલેટ ટ્રેન 300 કિલોમીટરની ઝડપે દોડનાર છે. ત્યારે સ્વાભાવિક રીતે જ તેને જોડાવામાં કોઈ પણ પ્રકારની ટેક્નિકલ સમસ્યા ન આવે તેના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.






મહારાષ્ટ્ર સરકારની માનસિકતા અલગ 
બીજી તરફ મહારાષ્ટ્રમાં હાલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી બંધ સ્થિતિમાં છે. આ બાબતે વાત કરતાં તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રની પ્રજા તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઈચ્છી રહી છે. પરંતુ ત્યાંની સરકારને માનસિકતા કઈક અલગ છે. જ્યારે લોકોનું દબાણ તેમના ઉપર આવશે. ત્યારે સ્વાભાવિક રીતે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં પણ શરૂ થશે. ત્યાંની સરકાર બુલેટ ટ્રેનનું કામ કરવા જઇ રહી નથી.


2026 સુધી સુરતથી બીલીમોરા સુધી પહેલી બુલેટ ટ્રેન શરૂ થશે 
કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે આંત્રોલી ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જે કામગીરી થઇ રહી છે તેની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીનું વિઝન સાકાર થઈ રહ્યું છે. 2026 સુધી સુરતથી બીલીમોરા સુધી પહેલી બુલેટ ટ્રેન શરૂ થઈ જાય તેવી આશા છે.અમદાવાદ-મુંબઈ રૂટ પર 61 કિલોમીટર ઉપર પીલર મુકાઈ  ગયા છે તેમજ 150 કિમી ઉપર કામ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે.