ગરમીના બફારા બાદ ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સુરતના સરથાણા, વરાછા, સીમાડા, કાપોદ્રા, કામરેજ, ઉધના, અઠવાલાઈન્સ, વેસુ, પાંડેસરા સહિતના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હતા. સુરત શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.
હાલ ‘હિકા’ વાવાઝોડું અરબી સમુદ્રમાં ક્રિએટ થયા બાદ તે ઓમાન તરફ ફંટાઈ ગયું છે. દરિયામાં ઊભા થયેલા વાવાઝોડાના કારણે ગુજરાત સહિત મહારાષ્ટ્રના માછીમારોને સાવચેતી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.
મારુતિએ કારના ભાવમાં કર્યો ઘટાડો, નવો ભાવ આજથી જ થયો લાગુ, જાણો વિગતે
ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ બુમરાહે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું