સુરતઃ હીરા ઉદ્યોગમાં હાલ ભારે મંદીનો માહોલ છે. અનેક પેઢીઓ દ્વારા રત્નકલાકારોને છૂટા કરવામાં આવ્યા છે. હીરામાં આવેલી મંદીના કારણે તેની સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગો પણ મંદીના ભરડામાં આવી ગયા છે. સુરતના વરાછામાં હીરાની સરણ માંજવાનું કામ કરતાં 46 વર્ષીય યુવકે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે.




વરાછાના મીની બજારની કોહીનૂર સોસાયટીમાં હીરાની સરણ માંજવાનું કામ કરતાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતકનું નામ મહેશ સેટા હોવાનું સામે આવ્યું છે.



તેણે સુસાઈડ લખી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે સુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલીમાં કચરા પેટીમાંથી ચૂંટણી કાર્ડનો જથ્થો મળી આવતાં ચકચાર, જાણો વિગતે

પંજાબ પેટા ચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો પૂર્વ IAS ઓફિસર બલવિંદર ધાલીવાલ સહિત કોને મળી ટિકિટ

PHOTOS: આમિર ખાનની દીકરીએ કરાવ્યું હોટ ફોટોશૂટ, બોલ્ડનેસના મામલે બોલીવુડની અભિનેત્રીએ પણ રહી જશે પાછળ