સુરત: પલસાણા તાલુકાનાં એના ગામે નવરાત્રિ મહોત્સવમાં સાતમાં નોરતે બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાએ એના ગામ ખાતે હાજરી આપી હતી. આ પ્રસંગે હાજર ખેલૈયાઓ સાથે અભિનેત્રી મલાઈકાએ નવરાત્રીની ખૂબ જ મઝા માણી હતી.

મલાઈકાએ ગરબો પણ ગાયો હતો અને ગરબા બાદ મલાઈકાએ કહ્યું હતું કે, તેણે ગુજરાતી જમવાનું ઘણું જ ગમે છે. જેમાં સૌથી વધુ ઊંધિયુ, કઢી, ખીચડી અને થેપલા ઘણાં ભાવતા હોવાનું જણાવ્યું હતું.

પલસાણા તાલુકાનાં એના ગામમાં નવરાત્રીનાં એક કાર્યક્રમમાં સાતમા નોરતે અભિનેત્રી મલાઈકા અરોરો ગરબાના તાલે ઝૂમી ઉઠી હતી આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકોએ બૂમાબૂમ કરી મુકી હતી.

મલાઈકાએ નવલી નવરાત્રીની મઝા માણી હતી. તેણે ત્યાં આવેલા લોકો માટે ગરબા ગાયો પણ હતો અને રમી પણ હતી. મલાઈકો અરોરાના જોવા લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં.

મા આદ્ય શક્તિનાં સાતમાં નવરાત્રે બોલિવુડની અભિનેત્રી મલાઈકા અરોરા માતાજીના ગરબાનાં તાલે ઝુમી હતી. પલસાણા તાલુકાના એના ગામે એના કેળવણી સંચાલિત એના યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે.