Rain Update:સુરત શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત ગ્રામ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ખેતરો જળમગ્ન બન્યા હતા. કીમ, ઓલપાડ, સાયણ, માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ આવતા વિઝિબિલિટી ઘટી છે. જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા.
સુરતમાં પાલ,અડાજણ,ગૌરવ પંથ, પીપલોદ,ડુમસ રોડ, અઠવા, ઘોડદોડ રોડ વિસ્તારમાં ભારે વરસાદ વરસતાં અનેક વિસ્તાર જળમગ્ન થયા હતા. વેડરોડ વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિક લોકો પ્રભાવિત થયા છે. સુરત સહિત ગ્રામ્યમાં પણ મેઘરાજાએ ધૂંવાધાર બેટિંગ કરી હતી. ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા હતા. વરસાદના કારણે સુરત ગ્રામ્યમાં ખેતરો પાણીથી તરબોળ થયા છે.ખેતરોમાં પાક પાણીમાં ડૂબી ગયાની સ્થિતિ સર્જાઇ છે.
24 કલાકમાં રાજ્યમાં 159 તાલુકામાં વરસાદ
- સાબરકાંઠાના વડાલીમાં 12.2 ઈંચ વરસાદ
- ખેડબ્રહ્મામાં ખાબક્યો 10.3 ઈંચ વરસાદ
- બનાસકાંઠાના દાંતામાં ખાબક્યો 8.9 ઈંચ વરસાદ
- ઈડરમાં 4.9, મેઘરજમાં 4.6 ઈંચ વરસાદ
- સતલાસણામાં 4.6, મોડાસામાં 4.3 ઈંચ
- ઉમરપાડામાં 3.3, વિજયનગરમાં 3 ઈંચ વરસાદ
- તલોદમાં 2.6, સાગબારામાં 2.2 ઈંચ વરસાદ
- દાંતીવાડામાં 2.2, પાલનપુરમાં 2 ઈંચ વરસાદ
- ભિલોડામાં 2.2, કપરાડામાં 2 ઈંચ વરસાદ
- ક્વાંટ, પ્રાંતિજ, ધનસુરામાં 2-2 ઈંચ વરસાદ
- ધનસુરા, પેટલાદ,નડિયાદમાં 1.7 ઈંચ વરસાદ
- મહુધામાં 1.6, મહેમદાબાદ 1.6 ઈંચ વરસાદ
- નસવાડીમાં 1.5, નાંદોદમાં 1.4 ઈંચ વરસાદ
- માલપુરમાં 1.4, કલોલમાં 1.3 ઈંચ વરસાદ
- ભરૂચ, માણસામાં 1.3 ઈંચ વરસાદ
- પોશીના, અમીરગઢ, ખાનપુરમાં 1.3 ઈંચ વરસાદ
- ગરુડેશ્વર, શિનોર, સંતરામપુરમાં 1 ઈંચ વરસાદ
- ધોલેરા, કઠલાલ, હાલોલ, ઉમરગામમાં 1-1 ઈંચ વરસાદ
ક્યા જિલ્લામાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,મહિસાગર,મહેસાણા, પંચમહાલ,દાહોદ, ખેડા આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, તાપી, સુરત, ડાંગ, દીવ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. ઉપરાંત ક્ચ્છમાં 22થી 24 વચ્ચે ગાંધીધામની આસપાસ ભારે વરસાદનું અનુમાન છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો આગામી 24 જૂન સુધી ભાવનગર, અમેરેલી , ગીર સોમનાથ,બોટાદ સુરેન્દ્રનગલ, દેવભૂમી દ્રારકા જૂનાગઢ, રાજકોટમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે,. સૌરાષ્ટ્રમાં 24 જૂન બાદ વરસાદનું જોર ઘટશે જો કે મધ્યમ વરસાદ વરસતો રહેશે. 27 બાદ ફરીએ એકવાર મેઘરાજા સૌરાષ્ટ્રને ઘમરોળે તેવો અનુમાન છે. હવામાન વિભાગની આગામી મુજબ ગુજરાતમાં 30 જૂન સુધી વરસાદ વરસતો રહેશે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ક્યાં કેટલો વરસ્યો વરસાદ એક નજર આંકડા પર કરીએ