Rain News: ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી બારેમેઘ ખાંગા થઇ રહ્યાં છે. ભારે વરસાદના કારણે હવે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં નોંધાયા છે, અહીં એક જ દિવસમાં 11 ઇંચ જેટલો વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે, અને ઠેર ઠેક કેડસમા પાણી ભરાયા છે. આ ઉપરાંત પલસાણામાં પણ 10 ઇંચ વરસાદથી તબાહી મચી છે. હજુ પણ આગામી કલાકોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. 


છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ઝૉનમાં નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે, આ ઉપરાંત નવસારી અને જુનાગઢ જિલ્લામાં પણ વરસાદે તબાહી મચાવી છે. હવામાન વિભાગે જાહેર કરેલા વરસાદના લેટેસ્ટ આંકડા અહીં બતાવવામાં આવ્યા છે, જુઓ...


ગુજરાતમાં વરસાદે મચાવી તબાહી, જુઓ ક્યાં કેટલો પડ્યો. છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે....


છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 11 ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં 10 ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં પોણા 10 ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વિસાવદરમાં પોણા નવ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં સુરતના કામરેજમાં સવા આઠ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં સુરતના બારડોલીમાં આઠ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં દ્વારકા તાલુકામાં સાડા સાત ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઈમાં સાડા સાત ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં તાપીના વ્યારામાં સાત ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં નવસારીના વાંસદામાં પોણા સાત ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં સુરતના માંગરોળમાં સાડા છ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં નવસારી તાલુકામાં સાડા છ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સવા છ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં જામનગરના જોડીયામાં સવા છ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં કચ્છના માંડવીમાં સવા છ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં સુરતના મહુવામાં સવા છ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં ડાંગના આહવામાં સવા છ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં કચ્છના મુન્દ્રામાં સવા છ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં છ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં નવસારીના જલાલપોરમાં પોણા છ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં તાપીના સોનગઢમાં સાડા પાંચ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં ડાંગના સુબિરમાં સાડા પાંચ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં નખત્રાણામાં સવા પાંચ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં નર્મદાના સાગબારામાં સવા પાંચ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના કેશોદમાં પાંચ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ભાણવડમાં પાંચ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં નવસારીના ગણદેવીમાં પાંચ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં નવસારીના ચીખલીમાં સાડા ચાર ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં સુરતના માંડવીમાં સાડા ચાર ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં સુરતના ચોર્યાસીમાં સવા ચાર ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં કચ્છના રાપરમાં સવા ચાર ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં રાજકોટના ધોરાજીમાં ચાર ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં  વલસાડ તાલુકામાં ચાર ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં ચાર ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં વલસાડના ધરમપુરમાં ચાર ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં ભરૂચના હાંસોટમાં પોણા ચાર ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં અમરેલીના બગસરામાં પોણા ચાર ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં સાડા ત્રણ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં અમદાવાદના ધોળકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વંથલીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં ભરૂચના વાલીયામાં સાડા ત્રણ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં તાલાલામાં સવા ત્રણ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં માણાવદરમાં સવા ત્રણ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં મેંદરડામાં ત્રણ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં ત્રણ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં ભરૂચના ઝઘડીયામાં ત્રણ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં કચ્છના લખપતમાં ત્રણ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં કોડીનારમાં ત્રણ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં જામજોધપુરમાં ત્રણ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના ભેંસાણમાં પોણા ત્રણ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં પોણા ત્રણ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં તાપીના ઉચ્છલમાં પોણા ત્રણ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર, તાલુકામાં પોણા ત્રણ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં પાટણ વેરાવળમાં અઢી ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં ખંભાળીયામાં અઢી ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં જામનગર તાલુકામાં અઢી ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં જામકંડોરણામાં સવા બે ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં રાજકોટના જેતપુરમાં સવા બે ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં ગીર ગઢડામાં સવા બે ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં ડેડીયાપાડામાં સવા બે ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં વાપી તાલુકામાં સવા બે ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં ઉપલેટામાં બે ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં કલ્યાણપુરમાં બે ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં  સુત્રાપાડામાં બે ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં લોધીકામાં બે ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં ગાંધીધામમાં બે ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં મેઘરજમાં બે ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં માળીયાહાટીનામાં પોણા બે ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં કુકાવાવમાં પોણા બે ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં રાજુલામાં પોણા બે ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં ઓલપાડમાં પોણા બે ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં થાનગઢમાં પોણા બે ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં નેત્રંગમાં પોણા બે ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં દસક્રોઈમાં પોણા બે ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં જામનગરના લાલપુરમાં પોણા બે ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં ભાભરમાં પોણા બે ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં અંકલેશ્વરમાં દોઢ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં દોઢ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના ઉનામાં દોઢ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં મોરબીના ટંકારામાં દોઢ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં પોરબંદરના રાણાવાવમાં દોઢ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં દોઢ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં ખેડાના મહેમદાવાદમાં દોઢ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં કચ્છના ભૂજમાં સવા ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં  બનાસકાંઠાના લાખણીમાં સવા ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં સવા ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં ભરૂચમાં સવા ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં કુતિયાણામાં સવા ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં જાફરાબાદમાં સવા ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં કાલાવડમાં સવા ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં ધ્રોલ, રાજકોટમાં એક એક ઈંચ વરસાદ