ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદે વિરામ લીધો છે ત્યારે અલગ-અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ખાબકી રહ્યો છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં આજે ફરી એકવાર વરસાદ શરૂ થયો હતો.


આજે વહેલી સવારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં વરસાદ શરૂ થયો હતો જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બીલીમોરા શહેરમાં આવેલા ગૌહર બાગ, કોરેજ રોડ, સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતાં.

12 દિવસના વિરામ બાદ જિલ્લામાં વરસાદની ફરી એન્ટ્રી જોવા મળી હતી. વરસાદ ઝાપટાંને લઈને ઠંકડ પ્રસરી ગઈ હતી અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

આજે વહેલી સવારે ઓલપાડ, માંડવી અને માંગરોલ તાલુકામાં પણ વરસાદ શરૂ થયો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. 6 દિવસના વિમાર બાદ હળવા વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં. વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 5 દિવસ સુધી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 29 અને 39 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.