સુરત: સુરતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાજવીજ પવન સાથે વરસાદ પડ્યો છે. કીમ, કઠોદરા, કીમામલી, કુડસદ ,માંડવીના હરિયાલ ,કરંજ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. અચાનક વાતાવરણમાં પલવટો આવતા ઠંડક પ્રસરી છે.


છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ વાદળ છાયું વાતાવરણ છે. બોડેલીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. બોડેલી તાલુકાના જબુગામ, ચાંચક, મુલધરમાં  વરસાદી ઝાપટું છે.

રાજ્યમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ આવી શકે છે. ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 15થી 17 ઓક્ટોબર વચ્ચે ફરી એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આવનારા બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી,ભાવનગર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.