સુરતઃ સુરતના ડિંડોલીમાં પરીણિત  યુવતીને બેહોશ કરીને તેની સાથે યુવકે શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની છે. યુવકે પરિણીતા પાસેથી અલગ અલગ બહાને રૂપિયા લીધા હતા. આ રૂપિયા આપવાના બહાને ડીંડોલી વિસ્તારમાં મિત્રના ઘરે બોલાવી કોલ્ડ ડ્રિંકમાં કેફી પદાર્થ નાંખી બેહોશ કરી નાંખી હતી. એ પછી તેણે શારીરીક સંબંધો બાંધીને બળાત્કાર કર્યો હતો.  તેનો વીડિયો બનાવીને તેણે પરીણિતાને બ્લેકમેઈલ કરીને વારંવાર બલાત્કાર ગુજાર્યો હતો. ડીંડોલી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.


સુરતના કતારગામની 27 વર્ષિય પરિણીતા અને તેનો પતિ ડભોલીમાં ડેરીની એજન્સી ચલાવે છે. પરિણીતા ડેરીના કામ માટે મહિધરપુરા ડેરી પર જતી ત્યારે દૂધના ટેમ્પો ડ્રાયવર તેજસ દિપક પાટીલ સાથે મિત્રતા થઈ હતી. તેજસે યુવતી પાસેથી ઉછીના 15 હજાર અને મોબાઇલ ખરીદવા 40 હજાર લીધા હતા. ત્યાર બાદ દોઢ લાખ લીધા હતા. ટ્રાન્સપોર્ટનો ધંધો કરવાના 2 લાખ સહિત તેજસે કુલ રૂપિયા 10.50 લાખ લીધા હતા.


પરિણીતાએ રૂપિયા પરત માંગતા તેજસે તેને ડિંડોલી મિત્રના ઘરે બોલાવી હતી. તેજસે ઘેનવાળું કોલ્ડ ડ્રિંક્સ પીવડાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો હતો.


અઠવાડિયા પછી પરિણીતાએ ફરીથી રૂપિયા માંગતા તેજસે તેના નગ્ન ફોટો-વીડિયો પરિણીતાના પતિને બતાવી દેવાની ધમકી આપીને તેની સાથે ડિંડોલીમાં વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આખરે કંટાળેલી પરિણીતાએ તેજસ સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.