Surat News: સુરતમાં વધુ એક બળાત્કારીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાંથી અંદાજે બે મહિના પહેલા હચમચાવી દેતી ઘટના સામે આવી હતી. સાડા છ વર્ષીય બાળકી સાથે પાડોશમાં રહેતા નરાધમ યુવક દ્વારા દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હોવાની ઘટના બની હતી. હત્યા કર્યા બાદ બાળકીને કોથળામાં પેક કરી પેટી પલંગમાં સંતાડી હતી. આ ઘટનામાં ગણતરીના સમયમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારે આ કેસને સુરત સેશન કોર્ટની ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો અને આજે આ ઘટનાના બાદ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જજ દ્વારા નરાધમને બળાત્કાર અને હત્યાના કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. સાથે પરિવારને 23.50 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.


સુરતમાં વધુ એક બળાત્કારીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે


સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા કતારગામ વેડ રોડ ખાતેથી ગત સાત ડિસેમ્બર ના રોજ છ વર્ષ અને આઠ મહિનાની એક પરપ્રાંતીય નાની બાળકી ઉપર તેના જ બિલ્ડીંગમાં રહેતા મુકેશ ઉર્ફે મુકો ચીમનલાલ પંચાલ નામના નારાઘમે દુષ્કર્મ ગુજાર્યો હતો અને બાદમાં બાળકીની હત્યા કરી નાખી હતી. આ ગુનામાં આજે સુરત સેશન કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. સુરત સેશન કોર્ટના એડિશનલ જજ યુ.એમ ભટ્ટ દ્વારા દાખલા રૂપ ચુકાદો આપવામાં આવ્યો છે. સુરતમાં વધુ એક બળાત્કારીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. જજ યુએમ વટએ બળાત્કાર અને હત્યાના ગુનામાં ફાંસીની સજા સંભળાવી છે.


અઢીથી ત્રણ કલાક જેટલી દલીલો કરવામાં આવી હતી


છ વર્ષને 8 માસની બાળકી પર બળાત્કારના કેસમાં સુરત સેશન કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે અને દાખલો બેસાડવામાં આવ્યો છે. રાત્રે 9:00 વાગ્યા સુધી કોર્ટ શરૂ રાખવામાં આવી હતી અને એડિશનલ સેશન જજ યુ.એમ ભટ્ટ દ્વારા બળાત્કારી મુકેશ પંચાલને ફાંસીએ લટકાવવાની સાથે સાથે જુદા જુદા કલમ મુજબ પણ સજા સંભળાવી હતી. ત્યારે આ અંગે સરકારી વકીલ લઈને સુખડવાલાએ જણાવ્યું હતું કે આજે આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવે તે માટે અઢીથી ત્રણ કલાક જેટલી દલીલો કરવામાં આવી હતી અને મોડી રાત્રીએ જજ દ્વારા આરોપીને મહત્તમ મહત્તમ સજાનું રૂપે ફાંસીની સજા સંભળાવી છે.