સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હાલ, સુરતમાં કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. સુરતમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને ડામવા માટે તંત્ર એક્શનમાં આવ્યું છે. તંત્ર દ્વારા બેઠકમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોને લઈ નિર્ણય કરાયો છે.


તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે કે, હીરા, કાપડ, બાંધકામ સહિતના કામદારો વતનથી સુરત ફરે ત્યારે તેમનો ટેસ્ટ કરાશે. ઉદ્યોગકારોએ પોતાના ખર્ચે રેપીડ ટેસ્ટ કરવાનો તંત્રનો આદેશ છે. શ્રમિકોને સાત દિવસ ફરજીયાત હોમ કોરેન્ટાઇન કરવાના રહેશે. નિયમોનું ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે.