સુરત: થોડા દિવસો પહેલા જ દક્ષિણ ગુજરાતમાં વેવાઈ જ પોતાના વેવાણને લઈને ભાગી ગયા હતાં તે સમાચાર સમગ્ર ગુજરાતમાં વાયરલ થયા હતાં. જ્યારે સોશિયલ મીડિયામાં રમૂજ પણ વહેતી થઈ હતી. ત્યારે સુરત જિલ્લામાં એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક યુવક પોતાની કાકી સાસુને ભગાડી ગયો હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સમાચાર પ્રમાણે, સુરતના કતારગામમાં રહેતો 32 વર્ષિય યુવક 45 વર્ષીય સગા કાકીસાસુને ભગાડીને લઈ ગયો હોવાના સમચારે જોર પકડ્યું છે. જોકે આ ઘટનામાં હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી અને પોલીસમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. આ સમાચારની અમે પૃષ્ટિ કરતા નથી.
કતારગામ ખાતે રહેતી કાકીસાસુ સાથે જમાઈ ત્રણ દિવસથી ભાગી જતાં સમાજમાં બદનામીના ડરથી પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવવામાં આવી નથી પરંતુ પરિવારજનો પોતાની રીતે બન્નેની શોધી રહ્યા છે. સુત્રો પ્રમાણે, કાપડ માર્કેટ સાથે સંકળાયેલા યુવકે અને તેના કાકીસાસુની આંખ મળી ગઈ હતી ત્યાર બાદ બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
કાકીસાસુ અને જમાઈ બંને સુરતની એક જ સોસાયટીમાં રહેતા હોવાથી અવાર-નવાર એકબીજાને મળવાનું થતું હતું. બન્ને એકબીજાના પ્રેમમાં પાગલ હતા અને કોઈને ખબર ન પડે તે રીતે મળતાં હતાં. જોકે મહત્વની વાત એ છે કે, કાકીસાસુ અને જમાઈ રંગરેલિયા મનાવતાં પકડાયા પણ હતાં જેને લઈને સાસરિયાઓ અને જમાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ ત્યાર બાદ જમાઈને ધોલાઈ પણ કરી હતી.
ત્યાર બાદ જમાઈ અને સાસરિયા પક્ષ વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું અને ફરીવાર આવું નહીં તેવી બાંહેધરી આપી હતી. જોકે આ બધું શાંત પડતાં જ જમાઈ કાકીસાસુને લઈને ભાગી ગયો હોવાના સમાચાર સામે આવ્યાં છે.
સુરતમાં જમાઈને કાકીસાસુ સાથે બંધાયા સંબંધ, બન્ને ભાગી ગયા પછી શું થયું? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Feb 2020 12:05 PM (IST)
કાપડ માર્કેટ સાથે સંકળાયેલા યુવકે અને તેના કાકીસાસુની આંખ મળી ગઈ હતી ત્યાર બાદ બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. એક જ સોસાયટીમાં રહેતા હોવાથી અવાર-નવાર એકબીજાને મળવાનું થતું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -