SURAT : સુરતમાં રોમિયો બની યુવતીની છેડતી કરવી એક યુવકને ભારે પડ્યું છે. યુવતીની છેડતી કરનાર આ રોમિયોને લોકોએ બરાબરનો મેથીપાક આપ્યો છે. આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં લિંબાયત પોલીસ સ્ટેશન નીલગીરી સર્કલની છે. યુવતીને લવ લેટર આપવા જતા યુવતી ગુસ્સે થતા આજુબાજુની પબ્લિક દ્વારા રોમિયોની જાહેરમાં ધોલાઈ કરવામાં આવી. આ દરમિયાન કેટલાક લોકોએ આ ધોલાઈ કાર્યક્રમના વિડીયો ઉતારી લીધા, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જુઓ એક વિડીયો
બાદમાં યુવતીના પરિવારજનો દ્વારા લિંબાયત પોલીસને કોલ કરવામાં આવતા લિંબાયત પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને રોમિયોની ધરપકડ કરી હતી. રોડ રોમિયોને લિંબાયત પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતા પબ્લિક શાંત થઇ હતી. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ભેગા થયા હતા.
સુરત સિવિલના ડોક્ટરોએ અઢી વર્ષના બાળકના મોતિયાની કરી સફળ સર્જરી
ડોક્ટરોને ભગવાનનું બીજી સ્વરૂપ કેમ કહેવામાં આવે છે તેનું વધુ એક ઉદાહરણ સુરતના ડોક્ટરોએ આપ્યું છે. સુરતના ડોક્ટરોએ બાળકોમાં ભાગ્યે જ જોવા મળતી મોતિયાની સર્જરી કરી બાળકને નવું જીવન આપ્યું છે. સુરતની જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રીમાં આ સર્જરી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશનનો ખર્ચ દોઢથી બે લાખ રૂપિયા થાય છે. જે બાળકની આંખની આ સર્જરી કરવામાં આવી તેની ઉંમર માત્ર અઢી વર્ષની છે. નોંધનિય છે કે, એક લાખ બાળકે એક બાળકમાં મોતિયો જોવા મળે છે. સુરતના આ બાળકને બંને આંખે મોતિયો છે. આજે એક આંખની જટિલ સર્જરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ મોતિયાને ડેવલપમેન્ટલ કૅથરેક કહેવામાં આવે છે.