Bank Robbery: શહેરના કડોદરા ચાર રસ્તા ઉપર આવેલી ડિસ્ટ્રિક્ટ બેંકમાં ધોળે દિવસે 7 લાખની લૂંટ કરવામાં આવી છે. તમંચાની અણીએ કડોદરા ડિસ્ટ્રિક્ટ બેંકમાં ધોળે દિવસે લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ગ્રાહક બનીને આવેલા એક બુકનીધારીએ 7 જેટલા કર્મચારીને બંધક બનાવી લૂંટ ચલાવી છે. બેંકમાંથી કેશિયર પાસેથી 7 લાખની લૂંટ ચલાવી આરોપી ફરાર થઈ ગયો હતો. જો કે, લૂંટારૂ પાસે નકલી બંદૂક હોવાની પોલીસને શંકા છે. હાલમાં કડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


પોરબંદર: દરિયા કિનારે ફોટા પડાવવા પડ્યા ભારે, 9 વર્ષના બાળક સાથે બે મહિલાઓ તણાઈ
પોરબંદર: કુછડી ગામના દરિયામાં દુર્ઘટના સર્જાઈ છે. બે મહિલા અને એક 9 વર્ષના બાળકને દરિયાનું મોજુ તાણી ગયું. જો કે, બે મહિલાઓને બચાવી લેવામાં આવી છે જ્યારે એક બાળક લાપતા બન્યો છે. જામનગર અને રાણાવાવ ખાતે રહેતી મહિલા દરિયા કિનારે ફોટા પાડી રહી હતી એ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. બાળક લાપતા બનતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. પાણીમાં ગરકાવ થતા મહિલાઓ ઈજાગ્રસ્ત બની હતી. હાલમાં બન્ને મહિલાઓને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે. મળતી માહિતી પ્રમાણે આ મહિલાઓ કુછડી ગામે ખિમેશ્વર મહાદેવના દર્શન માટે ગઈ હતી તે દરમિયાન આ ઘટના બની. પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને બાળકની શોધખોળ શરૂ કરી છે.


નેઋત્યનું ચોમાસું આજે ગુજરાતમાં પહોંચ્યું


Gujarat Rain: વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નેઋત્યનું ચોમાસું આજે ગુજરાતમાં પહોંચ્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. ગુજરાતમાં ચોમાસાના પ્રવેશ સંદર્ભે હવામાન વિભાગે સીએમને બ્રિફિગ કર્યું છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમાં મોહનતીએ સીએમ ઓફીસ ખાતે હવામાનને લઈને બ્રિફિગ કર્યું છે. દિવ અને વલસાડમાં ચોમાસાનું આજે વિધિવત આગમન થયું છે.


હવે રાજ્યમાં સત્તાવાર ચોમાસુ ગુજરાતમાં બેસી ગયું છે. આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  આગામી 24 કલાક ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ રહેશે. 48 કલાક સુધી મોન્સૂન આગળ વધી શકે છે. આગામી 3 દિવસ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. જો આજે વરસાદની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 15 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ નડીયાદ તાલુકામાં 1.5 ઈચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે સુરતના ઓલપાડમાં અડધો ઈચ વરસાદ નોંધાયો છે.