સુરતઃ શહેરના ડુમ્મસ રોડ પર સોનાના સિક્કા મળ્યાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. રાત્રે લોકોએ સોનાના સિક્કા વીણવા દોડ લગાવી હોવાની તેમજ આખી રાત લોકોએ સોનાના સિક્કા રસ્તા પર શોધ્યા હોવાની અફવા ચાલી રહી છે. જોકે, આ અંગે કોઈ સચોટ જાણકારી કે પૂરાવા મળ્યા નથી.


સુરતમાં રાત્રી દરમ્યાન આ સમાચાર વાયુવેગે પ્રસર્યા હતા. સિક્કા સોનાનાના છે કે અન્ય ધાતુના તે પણ તપાસનો વિષય છે. ડુમ્મસ ગામના લોકો સવાર સુધી સિક્કા શોધવા નીકળ્યા હોવાની ચર્ચા છે.