સુરતઃ શહેરના લીંબાયત વિસ્તારમાં પરિણીતાને તેના પતિએ ટ્રીપલ તલાક આપી દીધા હોવાની બીજી ઘટના સામે આવી છે. આંજણા વિસ્તારમાં પતિએ પત્નીને ત્રણવાર તલાક બોલીને ઘરમાંથી કાઢી મૂકી હતી. લગ્નના 22 વર્ષ બાદ ટ્રિપલ તલાક કહીને મહિલાને તરછોડી દેતા લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
આ સપ્ટેમ્બર મહિનાના બીજા વીકમાં 32 વર્ષીય પતિ સુલતાન શેખે, 'મારે તારી સાથે રહેવું નથી, તલાક તલાક તલાક, એમ કહી ટ્રીપલ તલાક આપી દીધા હતા. આ અંગે પરિણીતાએ લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદી મહિલાના પતિએ પત્ની સાથે રહેવું નથી તેમ કહી 3 વખત તલાક બોલી તરછોડી દીધી હતી.
પરિણીતાએ પોલીસને આપેલી વિગતો પ્રમાણે લીંબાયત સ્થિત પોતાના ઘરે ફરિયાદી કુંટુંબ સાથે જમી પરવારી બેસેલ હતા, તે દરમિયાન આ ફરિયાદીનો પતિ ફરિયાદીના ઘરે આવેલ અને ફરીયાદીને કહેલ કે, મારે તારી સાથે રહેવું નથી, તેમ કહી ત્રણ તલાક તલાક તલાક કહી ચાલી જઈ ગુનો કર્યો હતો.
સુરતમાં એક જ મહિનામાં સામે આવી બીજી ટ્રિપલ તલાકની ઘટના, ટ્રિપલ તલાક આપી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Oct 2020 10:45 AM (IST)
આંજણા વિસ્તારમાં પતિએ પત્નીને ત્રણવાર તલાક બોલીને ઘરમાંથી કાઢી મૂકી હતી. લગ્નના 22 વર્ષ બાદ ટ્રિપલ તલાક કહીને મહિલાને તરછોડી દેતા લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -