સુરત કોર્પોરેશન દ્વારા દૂધ, અનાજ અને કરિયાણાની દુકાનો બપોરે 12 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા માટે અપીલ કરી છે. કોર્પોરેશન દ્વારા આવતી કાલથી 17મી જુલાઇથી એક અઠવાડિયા માટે સ્વૈચ્છિક બંધ રાખવા માટે દુકાનદારોને અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાંદેર-અડાજણ વિસ્તારમાં દુકાનો સ્વયંભૂ બંધ જોવા મળી રહી છે.
કોરોનાનાં કેસ વધતા વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખવામાં આવી છે. કોરોનાને ડામવા માટે વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. નોંધનીય છે કે, અગાઉ સુરતના અલગ અલગ ટેક્સ ટાઇલ માર્કેટ દ્વારા પણ સ્વૈચ્છિક રીતે જ માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે.