અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સુરતમાં કોરોનાના કેસો રાજ્યમાં સૌથી વધુ છે. અગાઉ અમદાવાદમાં સૌથી વધુ કેસો આવતાં હતાં. જોકે, છેલ્લા કેટલાય દિવસથી સુરતમાં દૈનિક કેસો વધારે આવી રહ્યા છે. સુરતમાં કેસો તો વધુ આવી જ રહ્યા છે સાથે સાથે દૈનિક મૃત્યુઆંકમાં પણ સુરત આગળ નીકળી ગયું છે. આ સિવાય સુરત છેલ્લા એક અઠવાડિયામાં દૈનિક રીકવર થનારા દર્દીઓની સંખ્યામાં પણ અમદાવાદ કરતાં આગળ નીકળી ગયું છે. જે એક સારી બાબત છે. છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો સુરતમાં છેલ્લા એક અઠવાડિયામાં 33 લોકોના મોત થયા છે. સુરત જિલ્લામાં રોડ સરેરાશ પાંચ લોકોના મોત થાય છે. તેની સામે અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહમાં 26 લોકોના મોત થાય છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી રોજ 3-4 લોકોના જ મોત થાય છે. એવી જ રીતે એક્ટિવ કેસોની વાત કરીએ તો સુરતમાં છેલ્લા એક અઠવાડિયામાં એક્ટિવ કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિયાની વિગતો જોઇએ તો સુરતમાં છેલ્લા એક અઠવાડિયામાં 9મી જૂલાઇથી 15મી જુલાઇ દરમિયાન કુલ 1911 કેસ નોંધાયા છે. જેની સામે 1172 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 33 લોકોના મોત થયા છે. સાજા થયેલા અને મોતની સંખ્યા બાદ કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં જ સુરતમાં એક્ટિવ કેસમાં 706નો વધારો થયો છે. તેની સામે અમદાવાદની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં 9મી જૂલાઇથી 15મી જુલાઇ દરમિયાન કુલ 1181 કેસ નોંધાયા છે. જેની સામે 1076 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 26 લોકોના મોત થયા છે. સાજા થયેલા અને મોતની સંખ્યા બાદ કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદમાં એક્ટિવ કેસમાં માત્ર 79નો વધારો થયો છે. આમ, છેલ્લા એક જ અઠવાડિયામાં સુરતમાં અમદાવાદ કરતાં 627 એક્ટિવ કેસ વધુ નોંધાયા છે. જોકે, એક બાબત સારી છે કે, છેલ્લા એક અઠવાડિયામાં સુરતમાં અમદાવાદ કરતાં વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
Date Surat(કેસ) Discharge Death Ahmedabad(કેસ) Discharge Death
15-07-2020 236 223 5 173 212 2
14-07-2020 291 247 5 167 180 3
13-07-2020 287 186 5 164 125 3
12-07-2020 251 138 5 172 133 4
11-07-2020 270 136 3 178 126 4
10-07-2020 269 118 4 165 161 5
09-07-2020 307 124 6 162 139 5
Total 1911 1172 33 1181 1076 26