સુરતના કીમ-માંડવી રોડ પર બેકાબૂ બનેલી ટ્રકે રસ્તાની બાજુમાં સૂતા શ્રમજીવીઓને કચડી નાખ્યા છે. ઘટના રાતના 12 વાગ્યાની આસપાસની છે. અહીં પાલોદ ગામની સીમમાં હાઈવે પર પૂરપાટે આવી રહેલ ટ્રક ચાલકે ઓવરટેક કરવાના ચક્કરમાં શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી દીધી હતી.

ટક્કરને કારણે ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને તેના કારણે ફુટપાથ પર સૂતેલા શ્રમજીવીઓ પર ટ્રક ચડાવી દીધી હતી. આ ઘટાનામાં 15 શ્રમજીવીઓના મોત થયા છે. જ્યારે પાંચ લોકોની હાલત ગંભીર છે. તમામ ગંભીર લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.




આ અકસ્માતમાં છ માસની બાળકીનો ચમતકારીક બચાવ થયો છે. જો કે તેના માતા-પિતાનું મોત થયુ છે. મૃતકો મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢના વતની છે. તમામ લોકો મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.