સુરતઃ સુરત શહેરે ધ બેસ્ટ સ્માર્ટ સિટી એવોર્ડ-2020 જીત્યો છે. સુરત ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ કોન્ટેસ્ટ (ISAC) 2020માં પહેલા નંબરે આવ્યું છે.  સુરત ભારતનું પહેલા નંબરનું સ્માર્ટ સિટી બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25મી જૂન 2015માં સ્માર્ટ સિટી યોજનાની જાહેરાત કરી હતી. દેશના તમામ સ્માર્ટ શહેરોમાં પ્રથમ સ્થાન સંયુક્ત રીતે મધ્ય પ્રદેશનું ઈન્દૌર અને ગુજરાતનું સૂરત શહેર આવ્યુ છે. 


સ્માર્ટ સિટી મિશન અંતર્ગત સંચાલિત સ્માર્ટ સિટીને વિકસિત કરવામાં ઉત્તર પ્રદેશ પ્રથમ રહ્યું છે. બીજા સ્થાને મધ્ય પ્રદેશ અને ત્રીજા સ્થાને તમિલનાડૂ રહ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંડીગઢ ટોપ પર રહ્યુ છે. સ્માર્ટ સિટી મિશન, અમૃત યોજના અને પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાની છઠ્ઠી વર્ષગાંઠના અવસરે શુક્રવારે સ્માર્ટ સિટી એવોર્ડ 2020 જાહેર કરાયો છે. કોરોના સંક્રમણને કારણે ગત વર્ષે આ એવોર્ડની જાહેરાત કરાઈ નહોતી.


અમદાવાદ, વારાણસી અને રાંચિને પણ સ્માર્ટ સિટી લીડરશિપ એવોર્ડ મળ્યો છે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત શહેરોને એવોર્ડ આપવા માટે પસંદગીના આધારે ત્યાંની ગવર્નેંસ, કલ્ચર, શહેરી વાતાવરણ, અર્થવ્યવસ્થા, રોજગાર, પાણી અને શહેરી પરિવહનને આધાર બનાવ્યો હતો. આ વખતે કોરોનાને પણ જોડાયું છે.

Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના નવા 123 કેસ નોંધાયા, સાજા થવાનો દર 98.28 ટકા


ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસ (Gujarat Corona Cases) 100થી નીચે નોંધાય તે દિવસો વધારે દૂર નથી. રાજ્યમાં સતત ચોજા દિવસે 150થી ઓછા કેસ નોંધાયા હતા. શુક્રવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 123 નવા કેસ નોંધાયા હતા અને 3 લોકોના મોત થયા હતા. 


હાલ રાજ્યમાં એક્ટિવ કેસ (Active Cases) 4116 છે. જેમાંથી 38 લોકો વેન્ટિલેટર પર છે. 4078 લોકોની હાલત સ્થિર છે. 808849  લોકો રાજ્યમાંથી કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 10045 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ (Recovery Rate) 98.28 ટકા થયો છે.


કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત કોર્પોરેશનમાં 15, વડોદરા કોર્પોરેશનમાં 14, સુરત 11, રાજકોટ કોર્પોરેશનમાં 6, વલસાડ 6, બનાસકાંઠા 5, ગીર સોમનાથ 5, અમરેલી 3, જામનગર કોર્પોરેશન 3, કચ્છ 3, વડોદરા 3, આણંદ 2, ગાંધીનગર  2, જામનગર 2, જુનાગઢ 2,  જૂનાગઢ કોર્પોરેશન 2, ખેડા 2, રાજકોટ 2, અરવલ્લી 1, ભરુચ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, મહેસાણા 1, નર્મદા 1, નવસારી 1, પંચમહાલ 1, સાબરકાંઠા 1  કેસ નોંધાયો છે. 


રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હાલ હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4448 લોકોને પ્રથમ ડોઝ અને 15550 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45થી વધારેની ઉંમરના 73345 લોકોને પ્રથમ અને 54573 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં  નાગરિકોમાં 195962 લોકોને પ્રથમ ડોઝ અને 14454 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.