સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સુરતમાં વધતા કોરોના કેસને લઈ પાલિકા કમિશ્નરે લોકોને ચેતવણી આપી છે. સુરતના વરાછા-કતારગામ વિસ્તારમાં પાનના ગલ્લા પર લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ આમતેમ ન થુંકે તે માટે ચેતવણી આપી છે. જો લોકો નહીં માને તો એપિડેમીક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાશે.


સુરતના સ્ટ્રીટ ફૂડ સંચાલકોને પણ સૂચના આપી છે. રાત્રે 10 વાગ્યા સુધી જ સ્ટ્રીટ ફૂડ-દુકાનો ચાલુ રહેશે. સ્ટ્રીટ ફૂડમાં ટેક અવેની સિસ્ટમ લાગુ કરવામાં આવે. ફૂટપાથ પર ખાતા લોકો સોશિયલ ડિસ્ટન્ટનું ખાસ ધ્યાન રાખે.