સુરત મહાનગરપાલિકાએ પરપ્રાંતિય શ્રમિકો માટે નવી ગાઈડ લાઈન જાહેર કરી છે. ગાઈડ લાઇનનું નોકરીદાતાઓએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને જો ગાઈડ લાઈનનું પાલન ન થયું તો 10 હજારથી 5 લાખ રૂપિયા સુધીના દંડ જોગવાઈ કરવામાં આવી છે. હાલ સમગ્ર સુરતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે.
અનલોકમાં છૂટ મળતા વતનથી કારીગરો પરત ફરી રહ્યાં છે ત્યારે કોવિડની તપાસણી માટેનો ખર્ચ તેમને નોકરી રાખનારી સંસ્થાએ ભોગવવાનો રહેશે. ટેસ્ટ બાદ કોઈ પણ કર્મચારીમાં લક્ષણ જોવામાં આવે તો તેમને કોરોન્ટાઈન કરીને હેલ્થ સ્ક્રેનીંગ પણ કરાવવાનું રહેશે. જે લોકો બહારથી કામ માટે આવે છે તેવા કારીગરોના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ્લીકેશન ડાઉન લોડ કરાવવાની રહેશે.
કામગીરી માટે આવતાં દરેક કામદારોને એન્ટીબોડી ટેસ્ટ કરાવાનો રહશે અને તેનો ખર્ચ નોકરી આપનારાએ ભોગાવવાનો રહેશે. જે સંસ્થામાં કામદાર નોકરી કરતાં હોય તેના નોટિસ બોર્ડ પર કોવિડ અટકાવવા માટેની તકેદારીની નોંધ અને હેલ્પ લાઈન નંબર લખવાના રહેશે.
સંસ્થામાં ફરજીયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરની સુવિધા રાખવાની રહેશે. કોઈ પણ સંસ્થામાં સક્ષમ સત્તાધીશ આકસ્મિક ચકાસણી કરશે અને તેમાં ગાઈડ લાઈનનો ભંગ જણાશે તો 10 હજારથી૫ લાખ સુધીના દંડ ફટકારવામાં આવશે. આ સાથે જ જિલ્લા મેજીસ્ટેટ આ પ્રકારની કામગીરી માટે નોડલ ઓફિસરની નિમણૂંક કરશે.
પરપ્રાંતિય શ્રમિકો માટે સુરત મહાનગરપાલિકાએ શુ જાહેર કરી નવી ગાઈડ લાઈન? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2020 12:54 PM (IST)
ગાઈડ લાઇનનું નોકરીદાતાઓએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને જો ગાઈડ લાઈનનું પાલન ન થયું તો 10 હજારથી 5 લાખ રૂપિયા સુધીના દંડ જોગવાઈ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -