સુરતઃ શહેરના સરથાણા જકાતનાકા વિસ્તારમાં સ્પામાં યુવતીનું રહસ્યમય મોત થતાં ચકચાર મચી ગઈ છે. યુવતીને ગતરોજ કોઈ સાથે ઝગડો થયો હોવાથી તે ડીપ્રેશનમાં હતી અને તેણે આત્મહત્યા કરી હોવાની ચર્ચા છે. અવધ વાઇસરોય શોપિંગમાં બીજા માળે ચાલી રહેલા સ્પા અને મસાજ પાર્લરમાં પૂજા ડાંગર નામની યુવતીનું રહસ્યમય મોત થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ લોકોની પૂછપરછ હાથ ધરી છે. તેમજ યુવતીની લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, ગઈ કાલે સવારે સરથાણાના મસાજ પાર્લરમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પૂજાના મૃત્યુની જાણ થતા લોકોએ પોલીસેને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા મૃત યુવતીનું નામ પૂજા ડાંગર હોવાનું ખુલ્યું હતું.
પોલીસની પ્રાથમિક વિગતોમાં પૂજા એસ્કોર્ટિંગમાં સંકળાયેલી હતી. પૂજાને નશીલા પદાર્થોના સેવનની લત લાગી હોવાની વિગતો સામે આવી છે. ગઈ કાલે પણ પૂજાએ નશીલા પદાર્થોનું સેવન કર્યું હોવાની વિગતો સામે આવી છે. પોલીસને સ્પામાંથી નશીલા પદાર્થોની ટીકડીઓ મળી આવી છે.
સુરત પોલીસને યુવતીના મોતમાં અનેક નવા પાસા જાણવા મળી શકે છે. હાલમાં તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને મોબાઇલ ફોનની તપાસમાંથી નવી વિગતો સામે આવી શકે છે.
સુરતઃ સ્પામાં યુવતીનું રહસ્યમય મોત, મોત પહેલા કોની સાથે થયો હતો ઝઘડો? સામે આવી અનેક ચોંકાવનારી વિગતો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jan 2021 09:44 AM (IST)
ગઈ કાલે સવારે સરથાણાના મસાજ પાર્લરમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પૂજાના મૃત્યુની જાણ થતા લોકોએ પોલીસેને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા મૃત યુવતીનું નામ પૂજા ડાંગર હોવાનું ખુલ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -