Surat: ડાયમંડ નગરી સુરતમાં આવકવsરા વિભાગનો સ્ટેનોગ્રાફર 2500ની લાંચ લેતા ઝડપાયો છે. અડાજણ ચાર રસ્તા નજીક આવેલા આયકર ભવનમાં નોકરી કરતો સ્ટેનો ટીડીએસના રિફંડ માટેની અરજી આગળ ધપાવવા માટે રૂ. 2500ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો. સ્ટેનો મહિને 63 હજાર પગાર મેળવે છે.
આ અંગે જાણવા મળતી વિગત પ્રમાણે, એક ટેક્સ કન્સલટન્ટનું ટીડીએસ વધુ ભરાઈ ગયું હતું. જેથી તેમણે ઓનલાઈન અરજી કરી હતી. આ અરજી અડાજણ ચાર રસ્તા ખાતે આવેલી આયકર વિભાગની ઓફિસમાં ત્યાં નોકરી કરતાં સ્ટેનો તેજવીર ગેંદાસિંહ પાસે આવી હતી અને તેને આગળ વધારવા માટે 35 હજારની લાંચ માંગી હતી. રિફંડ માત્ર રૂ. 1700 જ હતું. જેથી ટેક્સ કન્સલટન્ટએ તેની સાથે રકઝક કરી હતી અને 2500 આપવાનું નક્કી કર્યું હતું. આ બાબતે એસીબીમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ એસીબી ટીમે છટકું ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો.
રાજ્યમાં હજુ પણ વરસાદનું જોર વધશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના અનુસાર, વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને ચોથી તારીખથી ધોધમાર વરસાદ પડશે. આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, ભરૂચ અને વડોદરામાં વરરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ અને કચ્છમાં માવઠું પડશે. હવામાન વિભાગના મતે કમોસમી વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
વલસાડમાં ભારે વરસાદ
વલસાડ શહેરના તિથલ રોડ કચેરી રોડ તિથલ વિસ્તાર કોલેજ કેમ્પસ વિસ્તાર મોટા બજાર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઉનાળામાં ભર ચોમાસા જેવી સ્થિતિ છે. અચાનક વરસાદને લઈને વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદ પડવાને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. હાલ ખેડૂતો કેરી પાડવાની તૈયારી કરી રહ્યા છે.
સમગ્ર દેશનું વાતાવરણ (India Weather)
વરસાદી ઝાપટાએ આપી રાહત
રવિવાર (30 એપ્રિલ)ની જેમ સોમવારે પણ હવામાન વરસાદી રહ્યું હતું. દેશમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, ઉત્તરાખંડ, વિદર્ભ, છત્તીસગઢ, તેલંગાણા, આસામ અને મેઘાલય, હિમાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો.
બીજી તરફ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત પ્રદેશ, કેરળ, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને યનમ, લક્ષદ્વીપ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, ઓડિશા, ઝારખંડ, બિહારના કેટલાક સ્થળોએ વરસાદે પણ ગરમીમાંથી રાહત આપી હતી. બીજી તરફ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ અને પંજાબ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, સૌરાષ્ટ્ર અને કચ્છ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને કોંકણ અને ગોવામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ વરસ્યો હતો.