Surat: સુરતમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે, ચોકલેટ ખરીદવા દુકાન પર ગયેલી એક નાની છોકરીની દુકાનદાર દ્વારા છેડતી કરાયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં માતા-પિતાની ફરિયાદ બાદ દુકાનદારને છેડતીના આરોપસર પોલીસે ધરપકડ કરી લીધી છે. માહિતી છે કે, સુરતમાં ડિંડોલી વિસ્તારમાં એક નાની 11 વર્ષની છોકરી ચોકલેટ ખરીદવા ડેરી -દુકાન પર ગઇ હતી, આ દરમિયાન 25 વર્ષીય દુકાનદાર- ડેરી માલિકે આ 11 વર્ષની નાની છોકરીને ચોકલેટ આપવાના બદલે તેના શરીર પર હાથ ફેરવીને લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં છોકરી પરત પોતાના ઘરે આવી તે પછી તેને તમામ હકીકત તેના માતા પિતાને જણાવી હતી. આ ઘટના બાદ બાળકીના માતા પિતાએ તરત જ સુરતના ડિંડોલી પોલીસ મથકે બાળકી સાથે ઘટેલી ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ડેરી માલિક 25 વર્ષના કમલેશની આ મામલે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પરિણીતા સાથે દુષ્કર્મની ઘટના, આરોપીએ પહેલા પૈસા પડાવ્યા-દુષ્કર્મ આચર્યુ ને પછી પરિણીતાની દીકરી પર પણ બગાડી દાનત
સુરતમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે, અહીં જીમમાં મળેલા યુવક વિરુદ્ધ શહેરના ડીંડોલી વિસ્તારની પરિણીતા સાથે મિત્રતા કેળવી બળાત્કાર કરી ૨૫ લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ અનુસાર, ઈશ્વર પટેલ નામના શખ્સે મકાનના હપ્તા ભરવાના બહાને પરિણીતા પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા, બાદમાં આ શખ્સે પરિણીતાની દીકરી પર પણ દાનત બગાડી હતી, જોકે, બાદમાં સમગ્ર મામલે પરિણીતાને જાણ થઇ જતા તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, અને પોલીસે આરોપી ઈશ્વરની ધરપકડ કરી લીધી હતી. માહિતી પ્રમાણે, સુરત શહેરમાં જીમમાં જતી વેળા ડીંડોલીની પરિણીતાના પરિચયમાં એક શખ્સ આવ્યો હતો, આ સ્થાનિક યુવકે પરિણીતા સાથે મિત્રતા કેળવ્યા બાદ મકાનનાં હપ્તા ભરવાનાં બહાને નાણાં ઉછીના લીધા હતા. બાદ લૉન લઈ ધંધો ક૨વાનું જણાવી લૉનની રકમ થકી પરણીતાનાં નામે બે ફૉરવ્હીલ ખરીદીને ફસાવી હતી, બાદમાં પરિણીતા સાથે દુષ્કર્મ પણ આચર્યુ હતુ. જેનાં આધારે આ શખ્સ પરિણીતાનો બ્લેકમેલ કરીને અવારનવાર દુષ્કર્મ કરી તબક્કાવાર ૨૫ લાખની ૨કમ ખંખેરી લીધી હતી. ત્યારબાદ પરિણીતાની પુત્રી ઉપર પણ તેને દાનત બગાડી હતી, આ પછી પરિણીતા દ્વારા ડીંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે આ આરોપી શખ્સની ધરપકડ કરી લીધી હતી.