સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા બિલિમોરાની યુવતીનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, સુરત રેલવે સ્ટેશન પર સોમવારે સાંજે પ્લેટફોર્મ નંબર 2 પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા સ્મીમેરની ઇન્ટર્ન ડોક્ટર પ્રિયાબેન જીતુભાઇ પટેલનું મોત થયું હતું. સ્મીમેરની ઇન્ટર્ન ડૉક્ટર ચાલુ ટ્રેનમાં ચડવા જતા પ્લેટફોર્મ અને ડબ્બા વચ્ચે ફસાઈ હતી જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને ગંભીર હાલતમાં સ્મીમેરમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.


બીલીમોરાના વંકાલ ગામમાં આવેલા વજીફા ફળિયામાં રહેતી પ્રિયાબેન પટેલ સ્મીમેર હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવતી હતી. ગત સોમવારે સાંજે સુરત રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર-બે પર ચાલુ મેમુ ટ્રેનમાં ચડવા જતા નીચે પટકાઇ હતી. જેના કારણે તે પ્લેટફોર્મ અને ટ્રેનના ડબ્બા વચ્ચે ફસાઇ ગઇ હતી. જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તરત જ તેને સારવાર માટે ગંભીર હાલતમાં સ્મીમેરમાં ખસેડાઇ હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.


સુરત પોલીસે ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવતી ટોળકી ઝડપી


સુરત પોલીસે ડુપ્લીકેટ આધારકાર્ડ બનવાતી ટોળકી ઝડપી પાડી છે. એસઓજી અને પીસીબીએ નવા કમેલા પાસે સંજયનગરમાં ગુલશન-એ-રઝા મસ્જીદની નીચે મોબાઈલ શોપમાં રેઈડ કરી પાંચની ધરપકડ કરી છે.પોલીસે 163 આધારકાર્ડ, 44 પાનકાર્ડ, 167 ઈલેક્શન કાર્ડ, 85 જન્મના દાખલા સહિત વિવિધ દસ્તાવેજો કબજે કર્યા છે. છ વર્ષથી આ પ્રવૃત્તિ ચાલવતા પાંચ પૈકી બે આધારકાર્ડ બનાવતા અધિકૃત એજન્ટ છે.


દરોડામાં કયા કયા દસ્તાવેજો મળ્યા

સુરત શહેર પોલીસના એસઓજી અને પીસીબીએ નવા કમેલા પાસે સંજયનગરમાં ગુલશન-એ-રઝા મસ્જીદની નીચે મોબાઈલ શોપમાં રેઈડ કરી ડુપ્લીકેટ આધારકાર્ડ બનવાતી ટોળકીના પાંચને ઝડપી પાડી તેમની પાસેથી 163 આધારકાર્ડ, 44 પાનકાર્ડ, 167 ઈલેક્શન કાર્ડ, 85 જન્મના દાખલા સહિત વિવિધ દસ્તાવેજો કબજે અને અન્ય સામાન કબજે કર્યો હતો.


કેટલા રૂપિયામાં અને કેવી રીતે બનાવી આપતા હતા બોગસ ડોક્યુમેંટ

સુરત શહેર પોલીસના એસઓજી અને પીસીબીએ મળેલી હકીકતના આધારે ખરાઈ કર્યા બાદ નવા કમેલા પાસે સંજયનગરમાં ગુલશન-એ-રઝા મસ્જીદની નીચે એ.કે.મોબાઈલ શોપમાં રેઈડ કરી ત્યાં ડુપ્લીકેટ આધારકાર્ડ બનવાતી ટોળકીના આમદ ઉર્ફે લખન મોહમદ ખાન, મહેબૂબ યાકુબ શેખ, વસીમ બદરુદ્દીન શેખ, નૂર વઝીર સૈયદ અને સકલૈન નઇમભાઈ પટેલને ઝડપી લીધા હતા. આ ટોળકી રૂ.1500 થી રૂ.3000 માં કોઈપણ દસ્તાવેજ પોતાના લેપટોપ કે કોમ્પ્યુટરના ફોટોશોપમાં એડિટ કરી બનાવી આપતા હતા.