સુરત: ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. બીજી લહેરમાં મોટી સંખ્યામાં બાળકો પણ કોરોના સંક્રમિત થયા છે. સુરત શહેરની વાત કરીએ તો બીજી લહેરમાં ફક્ત 3 માસમાં જ 10 વર્ષ સુધીના 1675 બાળકો સંક્રમિત થયા છે. 


ગત વર્ષે એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં શહેરના 564 બાળકોને ચેપ લાગ્યો હતો. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સાવચેત રહે તેવું સૂચન કરાયું છે. તંત્ર દ્વારા સિવિલ-સ્મિમેરમાં બાળકો માટે અલયદા વોર્ડની તૈયારી કરાઈ છે. બાળકોના વેન્ટિલેટરની સંખ્યા પણ માંડ 100 છે. બાળકોનું વેકસીનેશન બાકી હોય સંક્રમણનું જોખમ છે. લાખોની વસ્તી ધરાવતા સુરત શહેરમાં ફક્ત 400 જેટલા પીડિયસ્ટ્રીસિયન છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 9,305 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 3,187 દર્દીઓ સંક્રમિત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 45 દર્દીઓના મોત નીપજ્યા હતા. 


 


અમદાવાદ શહેરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 2527 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 459 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સુરત ગ્રામ્યમાં 212 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 86 લોકોને ચેપ લાગ્યો હતો. સુરત શહેરમાં 421 દર્દીઓ કોરોનાથી સાજા થયો તો 181 લોકો થયા સંક્રમિત. 



રાજકોટ શહેરમાં 237 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 152 લોકો થયા સંક્રમિત થયા હતા. વડોદરા શહેરમાં 579 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 337 લોકો સંક્રમિત થયા હતા. જામનગર ગ્રામ્યમાં 204 દર્દીઓ કોરોનાથી સાજા થયો તો 52 લોકો થયા સંક્રમિત થયા હતા. જામનગર ગ્રામ્યમાં 204 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 52 લોકો સંક્રમિત થયા હતા. 


ગુજરાતમાં કોરોના કુલ  7,91,657 કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં  7,13,065 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યારે 68,971 એક્ટિવ કેસો છે. તેમજ કુલ 9,621 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.