Surat: સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, શહેરના ભટાર વિસ્તારમાં લિફ્ટમાં ફસાતા 12 વર્ષીય બાળકનું મોત થયું હતું. લિફ્ટમાં માથું ફસાતા 12 વર્ષીય બાળકનું મોત થયું હતું. ખટોદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
મળતી જાણકારી અનુસાર, ભટાર વિસ્તારમાં 12 વર્ષીય રાકેશ શાહુ સ્વિચ ચાલુ કરી લિફ્ટ જોવા ગયો હતો. જ્યાં લિફ્ટમાં માથું ફસાતા બાળકનું મોત થયું હતું. રાકેશ શાહુ ઓરિસ્સાથી વેકેશન માટે સુરત આવ્યો હતો. ઘટનાને લઇ પરિવારમાં શોકનો માહોલ છે. ખટોદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
તાજેતરમાં જ બનાસકાંઠાના પાલનપુરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો હતો. 2 કલાકથી વધુ સમય બાળક બંધ ગાડીમાં રહેતા તેનું શ્વાસ રૂંધાતા મોત નિપજ્યું છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો બાળક સંતાકુકડીની રમત રમતો હતો અને આ સમયે તે એક 2 વર્ષથી બંઘ પડેલી કારમાં સંતાઇ ગયો હતો. દુર્ભાગ્યવશ બાળકે ડોર બંધ કરતા દરવાજો લોક થઇ ગયો અને બાદ દરવાજો ન ખુલતા , બાળકનું શ્વાસ રૂંધાતા મોત નિપજ્યું હતું. મૃતક બાળકની ઓળખ નિક્ષીક દવે તરીકે થઇ છે. પાંચ વર્ષનો નીક્ષિક દવે ઘરની બહાર રમતો-રમતો ડેરી પાસે બે વર્ષથી પડેલ અવાવરું ગાડીમાં બેસી ગયો હતો. બાળકે ગાડીને અંદરથી લોક મારી દીધા બાદ અંદરથી ગાડીનો દરવાજો ન ખુલતા બે કલાક સુધી બાળક કારમાં જ ફસાઇને રહ્યો.
કાર બંધ હાલતામાં હોવાથી શ્વાસ રૂંઘાતા બાળકનું મોત થયું છે. લાંબો સમય સુધી બાળક આસપાસ ન દેખાતા પરિવારજનોએ બાળકની શોધખોળ કરતા બાળકનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો હતો. કુળનો દીપક અચાનક અણધારી રીતે બુઝાઇ જતાં પરિવારમો શોક વ્યાપી ગયો છે. આ સમગ્ર ઘટના માતા પિતા માટે લાલબતી સમાન છે. જો આપના ઘરમાં આસપાસ આવા બંધ હાલતમાં પડેલા વાહન હોય તો તેન લોક રાખવા જોઇએ અથવા તો હટાવી દેવા જોઇએ. આ ઘટના દર્શાવે છે કે, બાળકો આવી રમતો રમતા હોય ત્યારે માતા પિતાએ તેમના પર નજર પણ રાખવી જોઇએ.