Latest Surat News: સુરત અધિક કલેક્ટર (surat additional collector) રાજેશ પટેલનું (Rajesh Patel) અલગ રૂપ સામે આવ્યું છે. રસ્તે પસાર થતા સમયે અચાનક નજર પડતા કાર રોકીને ઢોંગી બાવાઓનો જાહેરમાં ઉધડો લઈ લઈ હતી. સુરત શહેરના (surat city) વરિયાવ વિસ્તારમાં આ ઘટના બની હતી.


શું છે મામલો


શહેરના વરિયાર વિસ્તારમાં રસ્તે કેરી વેંચતા ગરીબ દેવીપૂજક પાસેથી ઢોંગીબાવાઓ મફતમાં કેરી લેવા કરી પ્રયાસ કરી રહ્યા હતા. કાર લઈને પસાર થતી વખતે અધિક કલેકટર રાજેશ પટેલની નજર અહીં પડતાં તેમણે કાર થોભાવી હતી. જે બાદ ઢોંગી બાવાઓને ચાર વેદો બાબતે પૂછતાં જવાબ આપવામાં અસમર્થતા દાખવી હતી. ગાયત્રી મંત્રે બાબતે પૂછતાં બોલી શક્યા નહોતા. તેમણે ત્રણેય ઢોંગી બાવાનો ઉધડો લઈ લીધો હતો. ત્રણેય પાસેથી કોઈ દસ્તાવેજી પુરાવા કે મોપેડના દસ્તાવેજ પણ ન મળતાં તેમણે પોલીસને બોલાવી હતી.