સુરતઃ સહારા દરવાજા વિસ્તારમાં આવેલ ચામુંડા ચા નામની દુકાન પાસે મારમારની ઘટના બની હતી. ભાજપના અન્ય ભાષા ભાષી સેલના કન્વીનર રોહિત શર્મા અને તેના પુત્ર દ્વારા મારામારી કરવામાં આવી હતી. રોહિત શર્મા દ્વારા સમાજ સેવક સુભાષ રાવલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ચામુંડા ચા ની દુકાન પાસે મારામારી બાદ સુભાષ ભાઈને સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સ્વીમેર હોસ્પિટલ આવ્યા બાદ હોસ્પિટલમા જ રોહિત શર્મા અને તેના પુત્ર દ્વારા ફરીવાર હુમલો કરવામાં આવ્યો. સ્વીમેર હોસ્પિટલમા રોહિત શર્મા દ્વારા સુભાષ રાવલના ભત્રીજા પર ધારદાર વસતુથી ગાળાના ભાગે હુમલો કરવામાં આવ્યો. રોહિત શર્મા અને તેના પુત્ર દ્વારા સુભાષ રાવલ, તેના ભત્રીજા અને અન્ય એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો.
Kheda: 7 વર્ષીય તાન્યા હત્યા કેસમાં મિત પટેલ સહિત ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા
ખેડાઃ સાત વર્ષની તાન્યા પટેલ મર્ડર કેસમાં મુખ્ય આરોપી મિત પટેલને કોર્ટે દોષિત ઠેરવ્યો છે. મિત પટેલ સાથે તેની માતા જિગીષા પટેલ અને તેના ભાઈ ધ્રુવ પટેલને કસૂરવાર ઠેરવ્યા છે. નડિયાદ કોર્ટે ત્રણેય આરોપીઓને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી છે. આ સાથે મૃતકના પરિવારને ચાર લાખનું વળતર આપવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે.
નડિયાદના બહુચર્ચિત તાન્યા મર્ડર કેસનો આજે ચુકાદો આવવાનો છે. 18/9/2017ની સાંજે તાન્યાનું અપહરણ કરવામાં આવ્યું. 22/9/2017 તાન્યાને મોતને ઘાટ ઉતારવામાં આવી. સાત વર્ષની તાન્યા રહેતી હતી તેના દાદી સાથે નડિયાદમાં. તાન્યાના માતા-પિતા સ્ટુડન્ટ વિઝા ઉપર લંડનમાં રહેતા હતા. સોસાયટીમાં રહેતા ત્રણ શખ્સોએ સાથે મળી કર્યું હતું તાન્યાનું અપહરણનું કાવતરું ઘડ્યું હતું. પૈસાની લાલચમાં કાવતરું કર્યું હતું.
ઘરની બહાર રમતી તાન્યાને ચોકલેટની લાલચ આપી અપહરણ કરાયું હતું. અપહરણ કર્યા બાદ તાન્યા ને લઈ જવામાં આવી આણંદના સંખયાળ ગામ નજીક. તાન્યાની શોધખોળમાં જિલ્લાની તમામ પોલીસ લાગી ગઈ હતી. આરોપીઓને ખબર પડતા જ ઉતારાઈ તાન્યાને મોતને ઘાટ. મોતને ઘાટ ઉતારી તાન્યાને ફેંકી દેવામાં આવી મહિસાગરની નદીમાં. મહીસાગરના વહેણમાં તાન્યાનો મૃતદેહ આણંદ જિલ્લાના સંખયાળ ગામે પહોંચ્યો હતો. તાન્યાનો મૃતદેહ મળ્યો ત્યારે તાન્યા ના શરીરના અંગો કાપવામાં આવ્યા હતા. તાન્યાનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે તપાસના ધમધમાટની ગતિ વધારી હતી. અંતે પોલીસે સોસાયટીમાં રહેતા ત્રણ શખ્સની ધરપકડ કરી હતી.
તાન્યા પટેલની હત્યા તેના ઘેરથી ત્રીજા ઘેર રહેતા બે સગા ભાઈ મિત અને ધ્રુવ પટેલે કરી હતી. આ બંને ભાઈઓની માતા જિગીષા પટેલે પણ આ અપરાધમાં ભાગીદાર હતી. નડીયાદ પશ્ચિમ પોલીસે તાન્યા પટેલની હત્યાના કેસમાં તમામ બાબતોની ચકાસણી કરી આરોપી ભાઈઓ મિત પટેલ, ધ્રુવ પટેલ અને તેની માતા જિગીષા પટેલની ધરપકડ કરી હતી.