Surat: સુરતમાં નકલી જન સુવિધા કેન્દ્રનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના કાપોદ્રા વિસ્તારમાં નકલી જન સુવિધા કેન્દ્રનો પર્દાફાશ થયો હતો. પોલીસ અને નાયબ મામલતદારે નકલી જન સુવિધા કેન્દ્ર  પર દરોડા પાડીને આરોપી સંચાલકની ધરપકડ કરી હતી.




પોલીસે દરોડા દરમિયાન આધાર કાર્ડ, વેરા બીલ, જન્મના દાખલા બનાવવાની 27 ફાઈલ જપ્ત કરી હતી. તે સિવાય PDF ઉપરાંત એક નકલી વેરાબીલ પણ જપ્ત કરવામા આવ્યું હતું. પોલીસે આરોપી સંચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી સંચાલક છેલ્લા દોઢ વર્ષથી નકલી દસ્તાવેજો બનાવતો હતો.  


કાપોદ્રાના કિરણ ચોક વિસ્તારમાં નકલી જન સુવિધા કેન્દ્ર ચાલુ થયાની માહિતીના આધારે પોલીસને સાથે રાખીને નાયબ મામલતદારે દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી આધાર કાર્ડ, વેરાબીલ, જન્મનો દાખલો અને 27થી વધારે ફાઈલો મળી આવી હતી.


તપાસમાં ખુલાસો થયો હતો કે આ બોગસકાંડ ભગવતી કન્સલ્ટન્સીના નામે છેલ્લા દોઢ વર્ષથી ચાલતું હતું. પોલીસે આ હાલમાં બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુધાત નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. અત્યાર સુધીમાં કેટલા નકલી દસ્તાવેજો બની ચૂક્યા છે તે અંગે તપાસ શરૂ કરી હતી.


સુરતમાં વિદેશ જવા માટે તેમજ સરકારી કામ માટે જુદા જુદા કોર્સ માટે જરૂરિ નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું હતું. રાજ્યની અલગ અલગ યુનિવર્સિટીની માર્કશીટ તૈયાર કરવામાં આવતી હતી. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી 50 જેટલી નકલી માર્કશીટ જપ્ત કરવામાં આવી હતી.                                                                                    


પોલીસની અલગ અલગ ટીમને અલગ અલગ રાજ્યમાં મોકલવામાં આવી હતી.  એક માર્કશીટના 60 હજાર રૂપિયા સુધી વસૂલવામાં આવતા હતા. લોકોને વિદેશ જવા માટે તેમજ અન્ય સરકારી કામ માટે તેનો  ઉપયોગ થતો હતો. આરોપી ગુજરાત સહીત દેશના જુદા જુદા રાજ્યની યુનિવર્સીટી શિક્ષણ બોર્ડના નકલી માર્કશીટ બનાવતો હતો. આંતર રાજ્ય રેકેટ પકડવામાં પોલીસને સફળતા મળી હતી.