સુરત: પારલે પોઇન્ટ વિસ્તારમાં બંગલા તોડવાની કામગીરી દરમિયાન સ્લેબ તૂટી પડતાં એક યુવકનું મોત થયું છે. સ્લેબનો ભાગ તૂટીને યુવક પર પડતાં યુવક સ્લેબ નીચે દટાઈ ગયો હતો. જેને બહાર કાઢીને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે, ત્યાં હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. 


પારલે પોઇન્ટ વિસ્તારમાં 6 શ્રમિકો બંગલો તોડવાની કામગીર કરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. યુવકના મોતને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દટાયેલો યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલ લઈ ગયા ત્યારે તેનું મોત થઈ ચૂક્યું હતું. 


સુરતની સ્કૂલમાં ફરી એકવાર કોરોનાની થઈ એન્ટ્રી, સ્કૂલ 7 દિવસ માટે કરી દેવાઇ બંધ


સુરતઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીમું પડતાં ધીમે ધીમે રાહતો આપવામાં આવી રહી છે તેમજ સ્કૂલો પણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે સુરતની સ્કૂલમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઈ છે. કોરોનાનો કેસ આવતાં સ્કૂલ સાત દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. સુરતમાં અગાઉ પણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવી ચૂક્યા છે. 


આ અંગેની વિગતો એવી છે કે, સુરતમાં વધુ એક સ્કૂલનો વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો છે. વિદ્યાકુંજ સ્કૂલનો ધો 8 નો વિદ્યાર્થી પોઝિટીવ આવ્યો છે. સ્કૂલ 7 દિવસ માટે બંધ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. અન્ય વિદ્યાર્થીઓના પણ કોરોના ટેસ્ટ કરાયા છે. અગાઉ, ગત પાંચમી ઓક્ટોબરે પણ સ્કૂલમાં કોરોનાના કેસ નોંધાયા હતા.  સુરતની એલપી સવાણી સ્કૂલના 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. જેને પગલે આરોગ્ય તંત્રે શાળાની બંને પાળી તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધી હતી. શાળા એક સપ્તાહ માટે બંધ રાખવાનો આદેશ થતાં જ સંચાલક મંડળમાં દોડધામ મચી ગઇ હતી. શાળાઓમાં ટેસ્ટિંગ વધારાયુ છે. 


ધોરણ ૧૧ સાયન્સની વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ જાહેર થયા બાદ વધુ બે કેસ મળ્યા હતા. એલપી સવાણી સ્કૂલના એક જ વર્ગના 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યા હતા. પાલિકા દ્વારા ત્રણેય વિધાર્થીઓની સોસાયટી કન્ટેન્મેન્ટ જાહેર કરી દેવામાં આવી હતી.