સુરતઃ આમ આદમી પાર્ટીએ ભાજપ પર હુમલાનો આરોપ લગાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરમાં આમ આદમી પાર્ટીએ ભાજપ પર હુમલાનો આરોપ લગાવ્યો હતો. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે પ્રચારમાં ગયેલા પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, પ્રદેશ સહમંત્રી રાજેન્દ્ર વાસાણી, આકાશ ઈટાલીયા સહીતના ૭થી 8 કાર્યકરો પર હુમલો થયો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આપ પાર્ટીએ આરોપ લગાવ્યો કે ભાજપના 20થી વધુ લોકોએ હુમલો કર્યો હતો.


જોકે બાદમાં આપના ઇજાગ્રસ્ત કાર્યકરો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે આપ પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે આ મામલે ફરિયાદ લીધી નહોતી જેના કારણે આપના કાર્યકરોએ પોલીસ સ્ટેશન બહાર રાત્રિવાસો કરી વિરોધ નોંધાવ્યો હતો.


BOTAD : VHP નેતાને હત્યાની ધમકી આપનાર આરોપી સિરાજની પોલીસે કરી ધરપકડ


બોટાદ શહેરમાં વિશ્વ હિન્દૂ પરિષદ (VHP) ના શહેર પ્રમુખને અપહરણ અને હત્યા કરવાની ધમકી આપનાર  સિરાજ ઊર્ફે ખલ્યાણીની પોલીસે ધરપકડ કરી છે. ગત તારીખ 5 મે ના રોજ બોટાદ  વિશ્વ હિન્દુ પરિષદના  શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ લાલજીભાઈ માળી ટાંકોલીયાને સિરાજે કારમાં બેસાડી અપહરણ અને હત્યા કરવાની ધમકી આપી હતી. જે બાદ  મહેન્દ્રભાઈએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે સિરાજની ધરપકડ કરી છે. 


કારમાં બેસાડી અપહરણ અને હત્યાની ધમકી આપી 
બોટાદ  વિશ્વ હિન્દુ પરિષદના  શહેર  પ્રમુખ મહેન્દ્રભાઈ લાલજીભાઈ માળી ટાંકોલીયાને   ગત તારીખ 5 મેંના રોજ બપોરના  ત્રણેક વાગ્યે  નાગલપર દરવાજા પાસે  નંબર વગરની સ્વીફ્ટ  કારમાં આવેલ  સિરાજ ઊર્ફે  ખલ્યાણી  દ્વારા કારમાં  બેસાડી અને કહ્યું  “ગામમા તમે હનુમાનજી મદિર ઉપર  લાઉડસ્પીકર બાંધેલા છે. તે ઊતારી લેજો નહિતર કિશન ભરવાડ વાળી થશે  અને અમારું શું   કરી લેશો? તમને ગાડીમાં બેસાડી તમારૂં અપહરણ કરી જાવ તો મારું   કઈ નહીં  કરી શકો. તમે બધા અમારા ધ્યાનમાં જ છો માપમાં રેહજો નહિતર  જાન નથી મારી નાખીશ”  તેવી ધમકી આપી હતી.  


આ સમગ્ર મામલે મહેન્દ્રભાઈ દ્વારા  બોટાદ પોલીસ  સ્ટેશનમાં  સિરાજ ઉર્ફે  હુસેન ખલ્યાણી રહે-બોટાદ વાળા સામે  ફરિયાદ  નનોંધાવી હતી છે જેને લઈ બોટાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.