સુરતનો રહેવાસ ભૌતિક ઝાંખરીયાને જ્યારે ખબર પડી કે તે એચઆઈપી પોઝિટિવ છે ત્યારે તે ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. તેને પોતાના ભવિષ્યને લઈને ચિંતા થવા લાગી હતી. ભૌતિકના કહેવા અનુસાર તેના પિતાને પણ એચઆઈવી હતો અને તેના કારણે જ તેમનું નિધન થયું હતું. જેના કારણે ભૌતિકને પણ આ જ ડર સતાવવા લાગ્યો હતો. જોકે પુનમ સાથે લગ્ન થયા બાદ તેમના જીવનમાં એક નવી જ ખુશી આવી છે.
ઉત્તરાખંડની પૂનમે કહ્યું કે, તેને વર્ષ 2007માં એચઆઈવી પોઝિટિવ હોવાની જાણ થઈ હતી. ત્યારે પૂમની ઊંમર માત્ર 10 વર્ષની હતી. તેને પણ ભૌતિક જેવો જ ડર હતો કે તે હવે જીવીત રહેશે કે નહીં. જોકે બાદમાં તેણે નોકરી શરૂ કરી અને એચઆઈવી પોઝિટિવ લોકોના સંપર્કમાં આવી અને તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવી. પૂનમને ઇન્ટરનેટના માધ્યમથી ખબર પડી કે એચઆઈવી પોઝિટિવના પણ લગ્ન થાય છે અને તેણે જીએસએનપીપલ્સ સંસ્થાનો સંપર્ક કર્યો.
જીએસએનપીપલ્સના પ્રેસિડેન્ટ રસિકભાઈ ભુવાએ જણાવ્યું કે, વર્ષ 2006થી 2020 સુધીમાં 12 પસંદગી મેળા કર્યા છે. જેમાં 1700-1800 યુવક યુવતીઓએ ભાગ લીધો છે. જેમાંથી 262 યુવલોએ લગ્ન કર્યા છે. આ વર્ષે કોરોનાનો પ્રકોપ હોઈ વર્ચ્યુઅલ પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત અને અન્ય રાજ્યમાંથી મળીને કુલ 300થી 400 લોકે ભાગ લે તેવી શક્યતા છે.
વર્ષ 2006 થી અત્યાર સુધી 12 પસંદગી મેળા કર્યા છે. જેમાં 1700 થી 1800 યુવક યુવતીઓએ ભાગ લીધો છે. 262 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા છે. કોરોનાને કારણે આ વર્ષે વર્ચ્યુઅલ પસંગી મેળાનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતના બધા જિલ્લા તેમજ પાંચ થી છ રાજયોના અંદાજિત 300 થી 400 લોકો ભાગ લેશે.