સુરત: સુરતીઓ મોટા ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુરતથી વધુ ત્રણ શહેરની સસ્તી હવાઈ સેવા શરૂ થશે. ચાર મહિનામાં આ હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવશે. સુરતથી દીવ, મુન્દ્રા, બિકાનેરની હવાઈ સેવા શરુ કરવામાં આવશે. ઉડાન 5.0 હેઠળ ત્રણેય શહેરોને સુરત સાથે જોડવામાં આવશે.
પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપવાનો સરકારનો હેતુ
સસ્તી હવાઈ મુસાફરી કરાવતી ઉડાન 5.0માં કેન્દ્ર સરકાર સુરતથી દીવ, મુન્દ્રા અને બિકાનેરની ફ્લાઈટ શરૂ કરશે. દીવથી સુરત વચ્ચે હવાઈ સેવા શરૂ કરવા સ્પાઈસ જેટ અને ઈન્ડિગોને સૂચના અપાઈ છે. તો સુરત- મુન્દ્રાનો રૂટ સ્ટાર એર કંપનીને સોંપાયો છે. સુરત- બિકાનેરનો રૂટ સ્પાઈસ જેટને અપાયો છે. મુસાફરીનો સમય ઘટાડવાની સાથે પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપવાનો સરકારનો હેતુ છે. સુરતથી દિવ, મુન્દ્રા અને બિકાનેર હવાઇ રૂટો પર ફ્લાઇટ ઓપરેટ કરનારી એરલાઇન્સ સ્પાઇસ જેટ, ઇન્ડિગો અને સ્ટાર એરને કેન્દ્ર સરકાર આદેશ કર્યો છે કે, આગામી 4 મહિનામાં સુરત એરપોર્ટના ડિરેક્ટર પાસેથી સ્લોટ મેળવીને ફ્લાઇટ શરૂ કરવાની રહેશે. જો એરલાઇન્સો 4 મહિનામાં વિમાન સેવા શરૂ નહીં કરે તો પછી તેમણે કેન્દ્ર સરકારને લેખિતમાં જવાબ આપવાનો રહેશે.
કેટલુ ભાડુ ચૂકવવુ પડશે
સુરત- દીવ વચ્ચેનું ભાડુ 2500 આસપાસ રહેશે
સુરત- મુન્દ્રાનું ભાડુ 3500 આસપાસ રહેશે.
સુરત- બિકાનેરનું ભાડુ 5200 આસપાસ રહેશે.
સુરતથી મુન્દ્રાની હવાઈ સેવા સપ્તાહમાં પાંચ દિવસ જ ઓપરેટ થશે. જ્યારે દીવ અને બિકાનેર રૂટ પર દૈનિક ફ્લાઈટ ઉડાન ભરશે. દીવની ફ્લાઈટ 72 સીટરની હશે. મુન્દ્રાની ફ્લાઈટ 76 સીટર અને બિકાનેરની 78 સીટની ફ્લાઈટ હશે. આ ફ્લાઈટમાં ઉડાન યોજના અંતર્ગત અનુક્રમે 36,38 અને 39 સુધીની સીટ હશે. જ્યારે અન્ય સીટ માટે સરકારી સબસીડી નહીં મળે. જેને સબસિડી ન મળે તેને દીવ સુધીના 4 હજાર, મુન્દ્રા સુધી 6 હજાર અને બિકાનેર માટે સાડા છ હજાર રૂપિયા ભાડુ વસૂલાશે.