સુરતઃ ધોરણ 10ની વિદ્યાર્થિનીને કોલેજિયન યુવકે રાજસ્થાનથી સુરત લાવીને બે મહિના સુધી પરાણે શરીર સુખ માણ્યું હોવાની ચોંકાવનારી ઘટનામાં પોલીસે કોલેજિયન યુવકની ધરપકડ કરી છે. રાજસ્થાનમાં નોંધાયેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરાઈ છે.
આ કોલેજિયન યુવકે રાજસ્થાનથી ભગાડી લાવીને ધોરણ 10ની વિદ્યાર્થીનીને સુરતમાં પત્ની બનાવી રાખી હતી અને તેની સાથે શરીર સુખ માણીને પીંખતો રહ્યો હતો. સુરતમાં સગીરા મળ્યા બાદ 11 દિવસે આરોપી ઝડપાતાં સુરતથી આરોપીને પકડી રાજસ્થાન લઈ જવાયો છે. પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો છે.રાજસ્થાનના સલ્લોટ પોલીસ સ્ચેશનના અધિકારી અંસાર અહમદે જણાવ્યું હતું કે, થાણા વિસ્તારના એક ગામમાં રહેતી 14 વર્ષની સગીરા ગાંગડતલાઈની સરકારી સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. આ વિદ્યાર્થીનીને ખંટા કાગજી ગામમાં રહેતો દિનેશ રણ પરમાર(ઉ.વ.21) 17 ડિસેમ્બરના રોજ ભગાડી ગયો હતો.
યુવક કોલેજના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે. સુરતમાં આરોપી અંદાજે બે મહિના સુધી રહ્યો હતો. દરમિયાન પોલીસને માહિતી મળતા 16 જાન્યુઆરીના રોજ સગીરાને સુરતથી શોધી હતી જ્યારે આરોપી ફરાર થઈ ગયો હતો. સગીરાને રાજસ્થાન લઈ જવાયા બાદ મેડિકલ તપાસ કરવામાં આવી હતી.
ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને રાજસ્થાનથી ભગાડી લઈ આવેલા કોલેજિયન યુવકે સુરતમાં બે મહિના પત્ની તરીકે રાખી દુષ્કર્મ આચર્યું હતું. ઘર અને પરિવારથી અંદાજે 400 કિલોમિટર દૂર સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપી સુરતમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો જ્યારે સગીરાને પણ મજૂરી કરવા માટે મજબૂર કરતો હતો.
રાજસ્થાનમાં ફરિયાદ બાદ પોલીસે સુરતથી વિદ્યાર્થિનીને શોધી હતી પણ આરોપી ગત 16 જાન્યુઆરીના રોજ ભાગી ગયો હતો. બે દિવસ પહેલી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. સગીરાનો પ્રેગનન્સીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેના નિવેદન આધારે પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરી છે. રાજસ્થાનના બાંસવાડાના મહાત્મા ગાંધી હોસ્પિટલમાં બે દિવસ પહેલી આરોપીની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. યુવક 17 ડિસેમ્બરના રોજ સગીરાને ભગાવી ગયો હતો.